• Gujarati News
  • Golfer Tiger Woods And Girlfriend Lindsey Vonn Split Up

ફરી એકલો થયો ગોલ્ફર ટાઇગર વૂડ્સ, ગર્લફ્રેન્ડ સાથે થયું બ્રેકઅપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક : ત્રણવર્ષ સુધી સાથે રહ્યા બાદ ખ્યાતનામ ગોલ્ફર ટાઈગર વૂડ્સ અને તેની ઓલિમ્પિક સ્કીઅર ગર્લફ્રેન્ડ લિન્ડસે વોને સહમતીથી છૂટા થવાનો નિર્ણય કરી લીધો છે. વોને પોતાના ફેસબૂક પર છુટા પડવાની માહિતી આપી હતી. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા વોને સોશિયલ નેટ વર્કિંગ સાઈટ પર લખ્યું હતું કે, ‘‘ સાથે વિતાવેલા ક્ષણ મને જીવનભર યાદ રહેશે. કમનસીબે અમે બન્ને બહુ વ્યસ્ત જીવન જીવી રહ્યા છીએ, જેના લીધે સાથે સમય નથી વિતાવી શકતા. તેણે પણ લખ્યું કે હું હંમેશા ટાઈગરની પ્રસંશક રહીશ. હું તેનું સન્માન કરું છું. તે અને તેનો સુંદર પરિવાર હંમેશા મારા દીલમાં રહેશે.’’વોને તાજેતરમાં એક ટીવી ચેનલ પર આયોજિત કાર્યક્રમમાં ટાઈગર વૂડ્સ સાથેના તેના સંબંધો પર ચર્ચા કરી હતી.
પહેલા એક ઈન્ટરવ્યુમાં વોને વૂડ્સ દ્વારા પોતાના બાળકોની સારસંભાળ કરવાના હુન્નરના જોરદાર વખાણ કર્યા હતા. વોને પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું કે તે વૂડ્સના બે બાળકો પુત્રી સૈમ અને પુત્ર ચાર્લીનો એક ભાગ છે.
વોને પીપલ્સ મેગેઝિન સાથે ચર્ચામાં કહ્યું હતું કે બાળકો બહુ સારા છે અને વૂડ્સ એક સારો પિતા. તમને જણાવું કે તેમની સાથે મને બહુ મજા આવે છે અને હું દર વખતે તેમની મદદ કરવા માટે તૈયાર રહેવાનું પસંદ કરું છું. તેઓ ખૂબજ વહાલા બાળકો છે અને હું તેમને ખૂબજ પ્રેમ કરું છું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ટાઇગર વૂડ્સ અને લિન્ડસે વોનની તસવીરો...