વિશ્વનો એકમાત્ર ટેસ્ટ ક્રિકેટર જેને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટના ઇતિહાસમાં એવા કેટલાક પ્લેયર્સ છે, જે અલગ અલગ ક્રાઇમને કારણે જેલ ગયા છે પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં એક ક્રિકેટર એવો પણ છે જેને હત્યાની સજામાં જેલ ગયો અને તેને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર લેસ્લી હિલ્ટનને પત્નીના મર્ડરના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી હતી.
આ કારણે પત્નીની કરી હતી હત્યા
 
- લેસ્લી હિલ્ટન વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટ બોલર હતો, જેને 1935થી 1939 વચ્ચે પોતાના દેશ માટે 6 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેને 19 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની એવરેજ 26.12ની હતી.
- હિલ્ટને  પોતાની પત્નીની હત્યા કરી હતી, તેની પત્નીનું નામ લર્લિન રોજ હતું જે જમૈકાના એક પોલીસ અધિકારીની દીકરી હતી.
- 1935માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ડેબ્યૂ કર્યા બાદ હિલ્ટનની મુલાકાત લર્લિન સાથે થઇ હતી અને પ્રેમ થઇ ગયો. કેટલાક વર્ષના અફેર બાદ બન્નેએ વર્ષ 1942માં લગ્ન કરી લીધા હતા. પાંચ વર્ષ બાદ જ
આ કપલને એક દીકરો પણ થયો હતો.
 
આ રીતે થયો ખુલાસો
 
- લગ્નના 12 વર્ષ પછી એટલે કે 1954માં આ કપલના સબંધ કડવા બન્યા હતા. હિલ્ટનની પત્નીનો ડ્રેસ મેકિંગનો બિઝનેસ હતો, જેને કારણે તે વારંવાર ન્યૂયોર્ક જતી હતી અને કેટલાક અઠવાડિયા ત્યાં રહેતી હતી.
- એપ્રિલ 1954માં એક દિવસ હિલ્ટનને એક ગુમનામ ચિઠ્ઠી મળી, જેમાં તેની પત્ની અને બ્રૂકલીન એવેન્યૂમાં રહેનારા રોય ફ્રાંસિસના સબંધો વિશે લખ્યુ હતું.
- પત્ર વાંચ્યા બાદ હિલ્ટને ટેલીગ્રામ કરતા પત્નીને તુરંત પરત આવવા કહ્યું અને આ પત્ર વિશે તેના પરિવારના તમામ મેમ્બર્સને જણાવ્યું હતું.
- લર્લિન પરત આવી અને તેને રોય ફ્રાંસિસ સાથેના અફેરને ખોટુ ગણાવ્યું હતું. જો કે તેને તેની સાથે ઓળખાણ હોવાની વાતને માની લીધી હતી.
 
સામે આવ્યું જૂઠ
 
- લર્લિનના પરત આવ્યાના કેટલાક દિવસ બાદ હિલ્ટને પોસ્ટ ઓફિસમાંથી આવા કેટલાક પત્ર મેળવી લીધા જે તેની પત્નીએ ફ્રાંસિસને મોકલ્યા હતા. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી નારાજ હિલ્ટને અડધી રાત્રે પત્નીને ઉઠાવી અને આ મામલે સવાલ પૂછ્યા હતા.
-  રાજ ખુલ્યા બાદ લર્લિને માની લીધુ કે તેનું ફ્રાંસિસ સાથે અફેર છે, લર્લિને હિલ્ટનને કહ્યું કે તમે મારા લેવલના નથી, તમે મને ક્યારેય ખુશ નથી રાખી અને હું તમને જોઇને જ બીમાર થઇ જાઉં છું.
- આટલુ સાંભળ્યા બાદ હિલ્ટન ગુસ્સે થયો અને તેને પત્નીને ગોળી મારી દીધી હતી.
- કોર્ટમાં સુનાવણી દરમિયાન હિલ્ટને પોતાના બચાવમાં કહ્યું કે તે ખુદને ગોળી મારવા માંગતો હતો પરંતુ ભૂલથી ગોલી પત્નીને લાગી ગઇ હતી. જો કે કોર્ટે તેની વાતને માની નહતી, કારણ કે લર્લિનની બોડીમાં 7 ગોળી વાગી હતી.
- કોર્ટે 20 ઓક્ટોબર, 1954માં તેને લર્લિનના મર્ડરનો દોષી ગણ્યો અને 17 મે 1995માં તેને ફાંસી આપવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો, અલગ-અલગ કારણે બદનામ થયેલા વેસ્ટ ઇન્ડીઝના 5 ક્રિકેટર્સ વિશે....
અન્ય સમાચારો પણ છે...