મુંબઇ: ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝા હાલમાં જ વિમ્બલડનમાં ચેમ્પિયન બની છે. પોતાની કારકિર્દી, રમત, લગ્ન અને બોલિવુડ સાથેના પોતાના સબંધો વિશે સાનિયા મિર્ઝાએ સુભાષ કે. ઝા સાથે વાત કરી છે. સાનિયાએ એમ પણ જણાવ્યુ કે પોતાના ફેમિલી મેમ્બર્સના મુકાબલામાં તે ઓછી સુંદર હતી તો પેરેન્ટ્સને ચિંતા થતી હતી કે મારી સાથે લગ્ન કોણ કરશે.
ગ્લેમરસ દેખાતા:
લોકો મને ગ્લેમરસ સ્પોર્ટ્સપર્સન ગણતા હોય પરંતુ હું સામાન્ય યુવતી છું, જેને ક્યારેય ગ્લેમર પાછળ મગજ નથી દોડાવ્યુ. માનું છુ કે યુવતી સાદી સાડીમાં પણ ગ્લેમરસ લાગે છે. મારૂ જે દિલ કરે છે, તે પહેરૂ છું. પછી ટેનિસ કોર્ટમાં રહુ કે પાર્ટીમાં, ખુદને નેચરલ રાખુ છું.
શોએબ મલિક સાથે લગ્ન મામલે:
મને અને શોએબને જ્યારે પ્રેમ થયો ત્યારે અમારા મગજમાં ભારત-પાકિસ્તાન જેવી કોઇ વાત નહતી. અમે એક બીજાને માનવતાના રૂપે પસંદ કર્યા હતા ન કે હિન્દુસ્તાની કે પાકિસ્તાની જોઇને. અમારા લગ્ન કોઇ પોલિટિકલ સ્ટેટમેન્ટ બનાવવા માટે નહતા, લગ્ન પ્રેમ કરતી હતી માટે થયા હતા.
મહિલા સશક્તિકરણ વિશે:
અમારા દેશમાં યુવતીઓને કારકિર્દી કેન્દ્રીત કરવાનું શીખવાડવામાં આવતું નથી. બસ એમ જ થાય છે કે યુવતી સુંદર છે કે ગોરી છે અને તેને જમવાનું સારી રીતે બનાવતા આવડે છે કે નહી. આ વાત મને ખટકે છે. જો કે હવે માનસિકતા બદલાઇ રહી છે.
સુંદર થવા વિશે:
મને લાગે છે કે પોતાના ઘરમાં હું અન્ય સભ્યોના મુકાબલામાં ઓછી સુંદર છું. જ્યારે હું યંગ હતી ત્યારે મારા અંકલ આન્ટી ચીંતા કરતા હતા કે મારી સાથે લગ્ન કોણ કરશે.
ટેનિસ પ્લેયર હોવા વિશે:
યંગ જનરેશન મને પોતાનો આઇકોન માને છે. આ જાણીને ઘણી ખુશી થાય છે પરંતુ તેની સાથે આ જવાબદારીનું ભાન પણ આવી જાય છે કે હજુ ઘણુ આગળ જવાનું છે. કેટલાક ગ્રાન્ડ સ્લેમ જીતવા છે. હું એક નવી સાનિયાને આ ફીલ્ડમાં આવતા જોવા માંગુ છું.મારી ટેનિસ એકેડમીમાં બે યુવતીઓ છે પ્રાર્થના થોમ્બેર અને અંકિતા રૈના, જેની અંદર તે પેશન જોયુ છે જે મારી અંદર છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સાનિયા મિર્ઝાની કઇ છે ફેવરેટ ફિલ્મ અને સક્સેસ મંત્ર...