132 સપ્તાહ સુધી રહી હતી દેશની નંબર 1 પ્લેયર, નિવૃત્તિ બાદ થયું કેન્સર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન. પૂર્વ નંબર વન ટેનિસ પ્લેયર એલિના બાલ્ચા લીવર કેન્સરથી પીડિત હોવાની માહિતી બહાર આવી છે. એલિનાએ પોતે જ આ વાતની જાણકારી આપી હતી. 30 વર્ષિય એલિનાએ જણાવ્યું હતું કે, મને હાલમાં જ જાણ થઈ છે કે હું લિવર કેન્સરથી પીડિત છું. મારી હાલ સારવાર ચાલી રહી છે અને હું આ બિમારીથી બચવા દરેક પ્રયત્નો કરી રહી છું.
ઉલ્લેખનિય છે કે પૂર્વ બ્રિટિશ નંબર વન એલિનાને 19 વર્ષની ઉંમરમાં લિવરની સમસ્યા વિશે જાણ થઈ હતી. યુક્રેનમાં જન્મેલી એલિના 2010માં કારકિર્દિના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 49માં ક્રમાંકે પહોંચી હતી. વર્ષ 2002માં વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં અને 2005 અને 2010માં ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું હતું. 2009 અને 2012માં એલિના બ્રિટનની નંબર વન ખેલાડી બની હતી અને 132 સપ્તાહ સુધી દેશની નંબર વન ખેલાડી રહી હતી.
2013માં લીધી હતી નિવૃત્તિ
એલિનાએ ટોચના 10 પ્લેયરોમાં સામેલ ચીનની લી ના અને ઇટાલીની ફ્રાંન્સિકો શિવોન સામે વિજય પણ મેળવ્યો હતો. જોકે બિમારીના કારણે નવેમ્બર 2013માં ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. ઇન્ડીયન વેલ્સ ટૂર્નામેન્ટમાં રમી રહેલી બ્રિટનની હૈદર વોટસને ફેડકપમાં પોતાની ટીમ સાથી રહેલી એલિનાની બિમારી ઉપર અફસોસ વ્યક્ત કર્યો છે.
આગળ ક્લિક કરો અને જુઓ એલિનાની ખાસ તસવીરો....