તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ ઇન્ડિયા હવે ટી20ની સૌથી શક્તિશાળી ટીમ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લી 10માંથી ન ટી20 મેચમાં વિજેતા રહેલી ટીમ ઇન્ડિયા આ ફોર્મેટની સૌથી શક્તિશાળી ટીમ તરીકે ઉભરી રહી છે. રવિવારે તે બાંગ્લાદેશ સામે રમાનારી આ મેચમાં ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર છે. ટીમ ઇન્ડિયાએ છેલ્લી નવ મેચ જીતી છે તેની પ્રશંસા એટલા માટે થવી જોઇએ કારણ કે તેણે આ વિજય અલગ અલગ દેશોમાં મેળવ્યા છે. આ વિજયમાં એશિયા કપના ચાર વિજય સામેલ છે. ટીમ અત્યારે સારી બેટિંગ કરી રહી છે. તેણે અત્યાર સુધી બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આપણા ટોચના ક્રમના બેટ્સમેન રોહિત શર્મા તથા વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શિખર ધવન, સુરેશ રૈના, અજિંક્ય રહાણે અને યુવરાગ સિંહે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સ્વસ્થ પ્રતિસ્પર્ધા કરવી પડી રહી છે. ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર રહેનારા ખેલાડીઓની પ્રશંસા કરવી જોઇએ. તેમણે બહાર બેસીને પણ પોતાનો ઉત્સાહ ગુમાવ્યો નથી અને યુએઇ સામે તક મળી ત્યારે પોતાની ઉપયયોગીતા સાબિત કરી હતી. પવન નેગીએ એક વિકેટ લીધી હતી જ્યારે તેણે મેચમાં બે કેચ ઝડપ્યાં અને એક ખેલાડીને રનઆઉટ કર્યો હતો.

હરભજને પણ તક મળી ત્યારે એક કેચ પકડ્યો અને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. હું દાવો કરી શકું છું કે એશિયા કપની છેલ્લી મેચમાં જ નહીં અગાઉ રમાયેલી મેચોમાં પણ બેન્ચ સ્ટ્રેન્થને તક મળવી જોઇતી હતી. જેથી આપસમાં તાલમેલ વધે પરંતુ ત્યારે ધોની જોખમ લેવાને બદલે વિજયને મહત્વ આપી રહ્યો હતો. જો યુવરાજસિંહનું ઉદાહરણ લઇએ તો સુકાનીએ તેને સતત તક આપી હતી જેના કારણે તે પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો હતો.

શું ધોની પોતે યુએઇ સામે આરામ કરી શકતો હતો ? કે ધોની ટીમ પર દરેક સમયે પોતાની પકડ બનાવી રાખવા માગે છે. તમે ટીમના તમામ ખેલાડીઓને તક આપો છો પરંતુ પાર્થિવને નહીં. પાર્થિવને ફક્ત બેટ્સમેન તરીકે જ તક મળવી જોઇતી હતી. રવિવારે ધોની વધુ એક વિજય મેળવવાનો પ્રયત્ન કરશે. તેણે જે આક્રમકતા પેદા કરી છે તેનાથી આશા રખાય કે ભારત જીતશે.
અન્ય સમાચારો પણ છે...