તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિલેક્ટર્સની રેસમાં નયન મોગિંયા સૌથી આગળ, આ ખેલાડી પણ છે દોડમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન નયન મોંગિયાએ ભારતની સીનિયર ક્રિકેટ ટીમના સિલેક્ટર બનવા માટે દાવો કર્યો છે. ભારત તરફથી 40 ટેસ્ટ અને 140 વન ડે રમી ચુકેલા મોંગિયાએ બીસીસીઆઇએ જારી કરેલ જાહેરાત બાદ આ પદ માટે અરજી કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પ્રથમ વખત સીનિયર, જૂનિયર અને મહિલા ટીમના પસંદગીકારો માટે જાહેરાત આપી હતી.
શું છે બીસીસીઆઇની શરત
- બોર્ડના આ પગલાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
- શરતો અનુસાર ઉમેદવારની ઉંમર 60 વર્ષથી ઉપર ન હોવી જોઇએ અને તેને ક્રિકેટ છોડ્યે પાંચ વર્ષ કે તેથી વધુનો સમય પૂર્ણ થઇ ગયેલ હોવો જોઇએ.
- આ સિવાય એ પણ જોવામાં આવશે કે ઉમેદવાર કોઇ પણ આઇપીએલ ટીમ, કોચિંગ એકેડમી કે મીડિયા હાઉસ સાથે જોડાયેલો ન હોય.
- આ પદ માટે આવેદન કરવાની ડેડલાઇન બુધવાર સાંજે પાંચ વાગ્યા સુધીની હતી.
મોંગિયાને છે સારો અનુભવ
- 46 વર્ષીય નયન મોંગિયા ચાર વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ની સીનિયર અને જૂનિયર ટીમનો સિલેક્ટર છે.
- આ પહેલા તે કેટલીક લોકલ ટીમોનો પસંદગીકાર પણ રહી ચુક્યો છે, અને તેના અનુભવને કારણે આ પદમાં અત્યાર સુધી સૌથીનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
- પોતાનો દાવો રજૂ કર્યા બાદ મોંગિયાએ કહ્યું, 'હું રાષ્ટ્રીય પસંદગીકાર બનવા માટે ઇચ્છુક છુ, મને આ વિષયમાં ઘણી જાણકારી છે.'
આ પણ બનવા માંગે છે સિલેક્ટર
- મોંગિયા સિવાય 6 ટેસ્ટ અને 23 વન ડે રમી ચુકેલા પૂર્વ ક્રિકેટર સમીર દીધેએ આ પદ માટે અરજી કરી છે.
- દીઘે પાંચ વર્ષથી બીસીસીઆઇની ખાસ એકેડમી સાથે પણ જોડાયેલા રહ્યાં છે, જે નેશનલ ક્રિકેટ એકેડમી અંતર્ગત આવે છે, તેને ત્રિપુરાની રણજી ટીમની કોચિંગ પણ કરી છે.
- આ સાથે જ 3 ટેસ્ટ અને 10 વન ડે રમી ચુકેલા સ્પિનર નીલેશ કુલકર્ણી અને ફાસ્ટ બોલર અભય કુરૂવિલાએ પણ પસંદગીકાર તરીકે રસ દાખવ્યો છે.
- નીલેશ કુલકર્ણીએ કહ્યું, 'મુંબઇ અને ભારત માટે ક્રિકેટ રમ્યા બાદ મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું આ રમતને કઇક પરત આપુ'
- કેટલાક પૂર્વ ઘરેલુ ક્રિકેટર્સ શિશિર હતંગડી, શાંતનુ સુગવેકર, રોબિન સિંહ (જૂનિયર) અને પ્રીતમ ગાંધેએ પણ ઉમેદવારી રજૂ કરી છે.
- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વર્તમાન જૂનિયર ટીમના મુખ્ય પસંદગીકાર વેંકટેશ પ્રસાદે પણ સીનિયર ટીમના કોચ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, આ ખેલાડીઓએ પણ સિલેક્ટર્સ માટે કરી છે અરજી...
અન્ય સમાચારો પણ છે...