તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઇન્ડિયા પહોંચી એન્ટીગુઆ, અહીં રમાશે શ્રેણીની પ્રથમ ટેસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયા એન્ટીગુઆ પહોંચી ગઈ છે. અહીં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ ટેસ્ટ મેચ રમશે. બન્ને વચ્ચે 21 જુલાઈથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. બીસીસીઆઈએ આ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સના ફોટો ટ્વિટર ઉપર શેર કર્યા છે. ટીમ ઇન્ડિયા એન્ટીગુઆ પહોંચતા જ એક ઝલક માટે મોટી સંખ્યામાં પ્રશંસકો એરપોર્ટ પર આવી ગયા હતા. ઘણા પ્રશંસકે ક્રિકેટર્સ સાથે સેલ્ફી લીધી હતી. આ દરમિયાન એક પ્રશંસકે વિરાટ કોહલીનો રસ્તો રોકીને સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. વિરાટે આ પ્રશંસકને ઇચ્છા પુરી કરી હતી.
બે વોર્મઅપ મેચ રહી ડ્રો
- પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા બે વોર્મઅપ મેચ રમ્યું હતું.
- બન્ને વોર્મઅપ મેચ ડ્રોમાં પરિણમી હતી.
- ટીમ ઇન્ડિયાના પ્લેયર્સે કેરેબિયન બીચ ઉપર ઘણી મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા.
- આ દરમિયાન પ્લેયર્સે આકરી પ્રેક્ટિસ કરી હતી અને યોગા પણ કર્યા હતા.
- ટીમ ઇન્ડિયાના નવા કોચ અનિલ કુંબલેનો આ પ્રથમ પ્રવાસ છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, એન્ટીગુઆ પહોંચેલા ટીમ ઇન્ડિયાના પ્લેયર્સની તસવીરો........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો