• Gujarati News
  • No Head Coach For India Until 2016 World T20 Has Reported

ધોની-કોહલી વચ્ચે ફૂટ ? BCCIએ ટી-20 વર્લ્ડકપ સુધી ટાળી કોચની નિયુક્તિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપ 2016 સુધી ટીમ ઇન્ડિયાના નિયમિત કોચનું પદ ખાલી રહેશે. એક અંગ્રેજી વેબસાઇટે આ દાવો કર્યો છે. વેબસાઇટના રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇએ કોચની નિયુક્તિ આવતા વર્ષ સુધી ટાળી દીધી છે. અત્યાર સુધી બાંગ્લાદેશ સીરીઝ બાદ નિયમિત કોચની નિયુક્તિની વાત કહેવામાં આવતી હતી. બાંગ્લાદેશ સીરીઝ દરમિયાન ટીમ ડાયરેક્ટર રવી શાસ્ત્રી વચગાળાના કોચની ભૂમિકામાં હતો જ્યારે બોલિંગ કોચ ભારત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર અને બેટિંગ કોચ સંજય બાંગર હતા. બોર્ડે આ નિર્ણય પાછળ નવા કોચને લઇને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વચ્ચેના મતભેદને જવાબદાર ગણ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોહલી શાસ્ત્રીને કોચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યોં છે, ત્યાં ધોની આ પૂર્વ ક્રિકેટરને કોચ બનાવવાને લઇને ઉદાસ છે. ધોની હજુ પણ પૂર્વ કોચ ડંકન ફ્લેચરની વાત કરતો જોવા મળે છે.
ધોની-કોહલીમાં મતભેદ
બાંગ્લાદેશ પ્રવાસના અંતમાં ભારતીય વન ડે અને ટી-20 ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ નવા કોચના સવાલને ટાળતા જણાવ્યુ હતુ કે, “ ટીમ ઇન્ડિયાને નિયમિત કોચની જરૂર નથી. ટીમ કોચ વગર જ સારૂ પ્રદર્શન કરી રહી છે. સપોર્ટ સ્ટાફમાં સફળ લોકો છે.” બીજી તરફ વિરાટ કોહલી પૂર્વ ક્રિકેટર અને ટીમ ડાયરેક્ટર રવી શાસ્ત્રીને કોચ બનાવવાના પક્ષમાં છે. રવી શાસ્ત્રી પણ કોચ બનવા માટે તૈયાર છે. બાંગ્લાદેશ પ્રવાસ પર જતા પહેલા રવી શાસ્ત્રીએ જણાવ્યુ હતુ કે, “ મારો કાર્યકાળ આશાથી વધુ લાંબો હશે. જરૂર પડતા ડાયરેક્ટર સિવાય કોચ પણ બનવા માટે તૈયાર છું.”
શાસ્ત્રી ટીમ જ સંભાળશે ઝિમ્બાબ્વે અને આફ્રિકા પ્રવાસની જવાબદારી
રવી શાસ્ત્રી અને તેના સહયોગી આસિસ્ટન્ટ કોચ જ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની જવાબદારી સંભાળશે. 6 જુલાઇએ ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસે જશે. તે બાદ દક્ષિણ આફ્રિકા પ્રવાસે 3 વન ડે અને 1 ટી 20 મુકાબલો રમવાનો છે. રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટ બીસીસીઆઇના ત્રણ આસિસ્ટન્ટ કોચના માર્ગદર્શનથી ખુશ છે અને તેમનો કાર્યકાળ આગળ વધારવા માટે કહ્યું છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, કેમ ન બનાવવો જોઇએ શાસ્ત્રીને કોચ...