• Gujarati News
  • Queensland Successfully Chased Down The Target Of 399 Runs

રનોનું રમખાણ, 97.2 ઓવરમાં બન્યા 800 રન, પડી ફક્ત ચાર વિકેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(166 રન બનાવનાર ક્વીન્સલેન્ડનો ઉસ્માન ખ્વાજા.)
સિડની : ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં ક્વીન્સલેન્ડની ટીમે 50 ઓવરની મેચમાં 400 રનનો પડકાર ઝીલીને નવી સિદ્ધી મેળવી છે. આ મેચમાં 97.2 ઓવરમાં 800 રન બનાવ્યા હતા અને ફક્ત 4 વિકેટો જ પડી હતી. વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે રનચેઝનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં આપેલા 435 રનના પડકારને દક્ષિણ આફ્રિકાએ વટાવી લીધો હતો. પીટર જ્યોર્જે 10 ઓવરમાં 101 રન આપ્યા હતા.
શુ બન્યું આ મેચમાં?
મેટાડોર બીબીક્યુંએસ વન-ડે કપમાં તાસ્મમિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 1 વિકેટે 398 રન બનાવ્યા હતા. બેન ડંકે 157 બોલમાં 15 ફોર અને 13 સિક્સર સાથે 229 રન , જ્યારે ટીમ પેઈનએ 127 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 125 રન બનાવ્યા હતા. બન્નેએ પ્રથમ વિકેટ માટે 41 ઓવરમાં 277 રન જોડ્યા હતા.
જવાબમાં ક્વીન્સલેન્ડની ટીમે 47.2 ઓવરામાં 3 વિકેટ ગુમાવી 402 રન બનાવી પડકાર મેળવી લીધો હતો. ક્વીન્સલેન્ડ તરફથી ઉસ્માન ખ્વાજાએ 110 બોલમાં 18 ફોર અને 7 સિક્સર સાથે 166 રન, જ્યારે હાર્ટલીએ 120 બોલમાં 13 ફોર અને 4 સિક્સર સાથે 142 રન બનાવ્યા હતા. ખ્વાજા અને હાર્ટલીએ પ્રથમ વિકેટ માટે 35.2 ઓવરમાં 280 રન બનાવ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ, મેચની તસવીરો અને સ્કોરબોર્ડ....