તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંગ્લાદેશી ક્રિકેટરના પરિવાર પર ઇંગ્લેન્ડમાં ફેકાયુ તેજાબ, કાઉન્ટી ક્રિકેટ છોડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશના જાણીતા ક્રિકેટર તમીમ ઇકબાલ અને તેના પરિવાર પર ઇંગ્લેન્ડમાં એસિડથી હુમલો કરવામાં આવ્યો છે. તમીમ ઇંગ્લિશ કાઉન્ટીમાં એસેક્સ ક્રિકેટ ક્લબ તરફથી રમે છે. આ ઘટના બાદ તમીમે કાઉન્ટી ક્લબને અલવિદા કહી દીધું છે. બાંગ્લાદેશી ક્રિકેટર એક રેસ્ટોરાંમાં પરિવાર સાથે ભોજન કરી રહ્યો હતો ત્યારે તેમને રેસ્ટોરાંમાંથી બહાર જવા કહેવામાં આવ્યું અને તેમની પર એસિડ ફેકવામાં આવ્યું હતું.
 
કઇ રીતે બની ઘટના
 
- રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તમીમ પોતાની પત્ની આયેશા જે હિજાબ પહેરે છે અને પોતાના એક વર્ષના દીકરા સાથે રેસ્ટોરાંમાં ભોજન કરી રહ્યાં હતા.
- આ દરમિયાન તેમને રેસ્ટોરાંમાંથી બહાર જવા કહેવામાં આવ્યું અને તેમની પર એસિડ ફેકવામાં આવ્યો પરંતુ કોઇ પણ રીતે આ ક્રિકેટર પરિવાર સાથે બચી ગયો હતો.
- આ એક નસ્લીય ઘટના માનવામાં આવી રહી છે. પશ્ચિમી દેશોમાં એશિયન મૂળના લોકો સાથે આવી ઘટનાઓ વધી છે. 
- તમીમે એસેક્સ માટે માત્ર એક મેચ રમી છે જે રવિવારે રમાઇ હતી. કેંટ સામે રમાયેલ આ મેચમાં એસેક્સ સાત વિકેટે હારી ગયું હતું.
 
એસેક્સ કાઉન્ટી ક્લબે નિવેદન જારી કર્યુ
 
- એસેક્સ કાઉન્ટી ક્લબે એક અધિકારીક નિવેદન જારી કર્યુ છે જેમાં કહેવામાં આવ્યું છે કે એસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ પૃષ્ટી કરી શકે છે જે વિદેશી ખેલાડી તમીમ ઇકબાલના અંગત કારણોને કારણે તેને ક્લબ છોડી દીધુ છે.'
- નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'અમે તેના સારા ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ અને આ સારૂ હશે કે આ સમયે તમીમને સન્માન આપવામાં આવે'
અન્ય સમાચારો પણ છે...