કેવી રીતે સચિનના શપથ ગ્રહણમાં પહોંચ્યો એ શખ્સ?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મીડિયા સામે પડાવ્યા ફોટોગ્રાફ્સ
-માધ્યમોમાં ચર્ચાથી મુંજાયા લિટલ માસ્ટરમાસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના શપથ કાર્યક્રમમાં એક દાગી સાંસદ પણ હાજર રહ્યાં હતા. તેઓ રાયપુર ખાતેથી ભાજપના પૂર્વ સાંસદ પ્રદીપ ગાંધી છે. વર્ષ 2005માં 'કેશ ફોર ક્વેરી' માટે તેમનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

સવાલ ઉઠ્યો છે કે, પૂર્વ સાંસદ હોવાના કારણે પ્રદીપ ગાંધી ગૃહમાં પ્રવેશી શકે છે.પરંતુ તેઓ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના કાર્યાલય સુધી કેવી રીતે પહોંચી ગયા, તે સવાલ છે. સોમવારે શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન તેમણે અનેક પોઝ આપી ઉપરાષ્ટ્રપતિ અને સચિન સહિત અનેક પ્રધાનો સાથે ફોટોગ્રાફ પડાવ્યા હતા.

પ્રદીપ ગાંધી કોની મંજૂરીથી, ઉપરાષ્ટ્રપતિના કક્ષમાં પહોંચ્યા, તે અંગે ચર્ચા થવા લાગી હતી. મીડિયામાં ઉછળેલા મુદ્દાથી સચિનને રાજકારણમાં રહેલા કાદવનો પહેલો પરચો થઈ ગયો છે. મોડી રાત્રે સચિન તેંડુલકરે એક ટેલિવિઝન ચેનલને ખુલાસો મોકલ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ પ્રદીપ ગાંધી નામની વ્યક્તિને ઓળખતા નથી અને તેઓ શપથવીધિના કાર્યક્રમમાં હતા કે નહીં તે અંગે પણ તેમને જાણ નથી.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

Related Articles:

સાંસદ બન્યો સચિન તેંડુલકર, જાણો તેની 10 અંગત વાતો
શપથ વખતે નર્વસ બન્યો સચિન, જીભે માર્યા લોચા, જુઓ તસવીરો
પૂનમ પાંડેએ કર્યું સચિન તેંડુલકરનું હળહળતું અપમાન
જ્યારે થોથવાઈ ગયા ક્રિકેટના ભગવાન સચિન, વીડિયો
શપથ લેતી વખતે થોથવાયો સચિન, જુઓ તસવીરો