પોતાની બાયોપિક જોઈ ચુપ થઈ ગયો ધોની, ના કરી લીડ એક્ટર સાથે વાત!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : મહેન્દ્રસિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ’ 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો રોલ ભજવ્યો છે. ફિલ્મ પુરી થઈ ગયા પછી સુશાંત એ વાતની રાહ જોતો હતો કે ધોની આ ફિલ્મ ક્યારે જોવે અને તેનું રિએક્શન કેવું હશે. હવે સુશાંતની આ ઇચ્છા પુરી થઈ ગઈ છે. ધોનીએ ફિલ્મ જોઈ લીધી છે. જોકે ફિલ્મ જોયા પછી ધોનીએ જે રિએક્શન આપ્યું હતું તેનાથી સુશાંત શોક્ડ રહી ગયો છે.
ઘણી મિનિટ ચુપ રહ્યો ધોની
- ફિલ્મને લઈને ધોનીએ આપેલા રિએક્શન વિશે સુશાંતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
- સુશાંતે કહ્યું હતું કે, ‘ધોનીએ આ ફિલ્મ જોઈ લીધી છે અને ફિલ્મ જોયા પછી તે ઘણો સમય સુધી કશુ બોલ્યો ન હતો.’
- લગભગ 20 મિનિટ સુધી ધોની ચુપ રહ્યો હતો, ફિલ્મને લઈને તે કશું જ બોલ્યો ન હતો પણ ફક્ત હસતો રહ્યો હતો.
- આ પછી સુશાંતે ધોનીને તેની ટ્રેનિંગનો વીડિયો પણ બતાવ્યો હતો, આ સમયે પણ તેના ચહેરા ઉપર ઉક્ત હાસ્ય જ હતું.
- સુશાંતના મતે આ પછી ધોનીએ ફિલ્મ પર પોતાનું રિએક્શન આપ્યું હતું કે આ ફિલ્મ તેને ઘણી પસંદ આવી છે.
- આ ફિલ્મ ધોનીની બાયોપિક છે પણ સુશાંતના ફિલ્મી કારકિર્દી માટે આ ફિલ્મ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફિલ્મ પ્રમોશન દરમિયાન ધોની અને સુશાંતની તસવીરો...........
અન્ય સમાચારો પણ છે...