તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Suresh Raina Ravindra Jadeja Spat As India Beats West Indies In Tri Series

મેદાન પર ઝઘડ્યા જાડેજા અને રૈના, કોહલીના વિરાટરૂપથી જીત્યું ભારત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેદાન પર થયો ઝઘડો, રૈનાએ પકડ્યો ગુસ્સે ભરાયેલા જાડેજાનો કોલર

લગાતાર બે મેચમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમે અંતે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં પોતાની પ્રથમ જીત નોંધાવી. જોકે, આ મેચમાં ભારત માટે એક શરમજનક ઘટના બની હતી. જેમાં ભારતીય ટીમના જ બે ખેલાડીઓ આમનેસામને થઈ ગયા હતા.

શ્રીલંકા સામે મળેલા શરમજનક પરાજયની યાદને ભૂલાવતા ભારતે ત્રિકોણીય શ્રેણીમાં વેસ્ટ ઈન્ડીઝને 102 રને પરાજય આપ્યો. પરંતુ ચાલુ મેચમાં સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા વચ્ચે તકરાર થઈ હતી. જેમાં સુકાની વિરાટ કોહલીએ બન્નેને શાંત કર્યા હતા. જોકે, શાંત થયા બાદ પણ બન્ને ખેલાડીઓ વચ્ચેનો તણાવ મેચના અંત સુધી ચાલું રહ્યો હતો.

આ પહેલા શુક્રવારે ટોસ જીત્યા બાદ યજમાન ટીમે ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની સદીની ભાગીદારીએ ભારત માટે મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. રોહિતે 46 રન બનાવ્યા હતા તો ધવને આક્રમક અડધી સદી ફટકારતા 69 રનનું યોગદાન આપ્યું હતું.

પરંતુ મેચનું મુખ્ય આકર્ષણ સુકાન કોહલીની આક્રમક સદી રહી હતી. કોહલીએ ટીમની જીતની જવાબદારી ઉઠાવતા 102 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જેના દમ પર ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 311 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. બાદમાં બોલરોએ પોતાનું કામ કર્યું હતું.

વરસાદના કારણે વેસ્ટ ઈન્ડીઝને નવો લક્ષ્યાંક મળ્યો હતો. વિન્ડીઝને જીત માટે 39 ઓવરમાં 274 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ વિન્ડીઝની ટીમે ભારતીય બોલરો સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા અને ટીમ 34 ઓવરમાં 171 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. વિન્ડીઝ તરફથી ઓપનર જોન્સન ચાર્લ્સે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવે 3-3 અને રવીન્દ્ર જાડેજા તથા ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે રૈના અને જાડેજા વચ્ચે થઈ તકરાર અને કેવી રીતે કોહલીએ કર્યો હતો ધમાકો.....