રૈના @ 10 વર્ષ : પ્રથમ વન-ડેમાં ઝીરો, પ્રથમ ટેસ્ટમાં સદી, આવી હતી શરૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ આજે (30 જુલાઈ) ક્રિકેટ કારકિર્દીના 10 વર્ષ પુરા કર્યા છે. રૈનાએ 30 જુલાઈ 2005ના રોજ શ્રીલંકા સામે વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ મેચમાં જ રૈના એક બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. આ મેચમાં ભારતનો 3 વિકેટે પરાજય થયો હતો. વન-ડે કારકિર્દીના પાંચ વર્ષ પછી 2010માં જુલાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. વન-ડે કરતા ટેસ્ટ કારકિર્દી ધમાકેદાર રહી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં જ રૈનાએ 120 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે આ જે 10 વર્ષ ધમાકેદાર પ્રારંભ કરનાર ટેસ્ટ ટીમનો સભ્ય નથી પણ વન-ડે અને ટી-20નો કાયમી સભ્ય બની ગયો છે.
Related Placeholder
ટ્વિટર ઉપર Raina10 ટ્રેન્ડમાં
સુરેશ રૈનાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના આજે 10 વર્ષ પુરા ટ્વિટર ઉપર પણ Raina10 ટ્રેન્ડ કરી રહ્યું છે. પ્રશંસકો રૈનાના વખાણ કરી રહ્યા છે.
રૈનાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
ફોર્મેટ મેેચ રન બેસ્ટ સ્કોર એવરેજ વિકેટ 100/50 કેચ
વન-ડે 218 5500 116* 36.18 35 5/35 96
ટેસ્ટ 18 768 120 26.48 13 1/7 23
ટી-20 44 947 101 32.65 6 1/3 20


આગળની સ્લાઈડ્સ માં જુઓ, સોશિયલ સાઇટ્સ ઉપર પ્રશંસકો કેવી રીતે રૈનાની 10 વર્ષની કારકિર્દીની કરી રહ્યા છે ઉજવણી...