(સુનિલ ગાવસ્કર અને એબી ડી વિલિયર્સની રમતનો ભોજપુરી વીડિયો.)
નવી દિલ્હી : એક એવો સમય હતો, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના સુનિલ ગાવસ્કરે 174 બોલમાં 36 રન ફટકારી નોટઆઉટ રહ્યા હતા. જ્યારે અત્યારે એક સમય એવો છે કે દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે ફક્ત 44 બોલમાં 149 રન ફટકાર્યા છે. એક સમય એવો હતો કે ખેલાડી એ વિચારતો હતો કે આઉટ કેવી રીતે થવુ અને અત્યારે બોલરોએ વિચારી રહ્યા છે કે બોલ ક્યા નાખવો.
આઉટ થવા માટે પાંચ વખત ઉછાળ્યો કેચ
જુન 1974માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલ મેચમાં સુનિલ ગાવસ્કરે 60 ઓવર સુધી અણનમ રહી 174 બોલમાં માત્ર 36 રન બનાવ્યા હતા. આખી મેચમાં માત્ર ગાવસ્કરે એક ચોક્કો જ માર્યો હતો. મેચમાં આઉટ થવા માટે તેમણે પાંચ વખત કેચ પણ ઉછાળ્યો હતો, પરંતુ તેમનો કેચ કોઇ નહોતુ કરી શક્યુ. તેમને એ સમજાતુ નહોતું કે આઉટ થવા માટે શુ કરવુ.
149 રન ફટકાર્યા
જ્યારે તાજેતરમાં જ રમાયેલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સે પોતાની આક્રમક બેટિંગથી માત્ર 44 બોલમાં 149 રન ફટકાર્યા હતા. મેચમાં ડિવિલિયર્સે 16 સિક્સરો અને 9 ચોક્કા માર્યા હતા.
સ્ટ્રાઇક રેટ
સ્ટ્રાઇક રેટની વાત કરીએતો સુનિલ ગાવસ્કરની સ્ટ્રાઇક રેટ ફક્ત 20.86 છે જ્યારે ડી વિલિયર્સની સ્ટ્રાઇક રેટ 338.63 છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ મેચના રોમાંચક આંકડાઓ....