શ્રીલંકન ખેલાડીઓના પ્રદૂષણના ડ્રામા સમયે આવો હતો કોહલીનો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાતી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પ્રદૂષણને કારણે મેચ અટકાવવી પડી હતી. શ્રીલંકન ખેલાડીઓએ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી, જ્યારે કે લકમલ અને ગમાગેએ ઉલ્ટીઓ કરી હતી. શ્રીલંકન ખેલાડીઓએ 58 મિનિટમાં 4 વખત મેચ અટકાવી હતી. બીસીસીઆઈના એક્ટિંગ પ્રેસિડન્ટ સીકે ખન્નાએ આ મામલે ગંભીર નોંધ લેતા કહ્યું કે,‘શ્રીલંકન ખેલાડીઓએ કોહલીની ત્રેવડી સદી અટકાવવા આ ડ્રામા કર્યો હતો. ટીમ ઈન્ડિયા અને 20 હજાર ક્રિકેટ પ્રશંસકોને સમસ્યા નહોતી થઈ તો લંકન ટીમે આવું નાટક કેમ કર્યું તે આશ્ચર્ય પમાડે તેવું છે. આ મામલે અધિકારીઓ થકી લંકન બોર્ડ સાથે વાત કરવામાં આવશે.’

 

આરામ કરતો જોવા મળ્યો વિરાટ....


- ભારતની ઈનિંગ દરમિયાન લાહિરુ ગમાગે 122મી ઓવર કરી રહ્યો હતો. આ સમયે 3 બોલ ફેંક્યા બાદ જ તે ચિંતિત દેખાયો અને મેચ અટકાવવામાં આવી.
- ગમાગેની સ્થિતિ જોઈ કેપ્ટન ચાંદીમલે અમ્પાયર્સને પ્રદૂષણની ફરિયાદ કરી. તે મેદાનની બહાર જવા માગતા હતા.
- આ સમયે 20 મિનિટ સુધી મેચ રોકાયેલી રહી, મેચ રેફરી ડેવિડ બૂને ફિલ્ડ અમ્પાયર સાથે વાત કરી રમત શરુ કરાવી.
- મેચ રોકાઈ ત્યારે વિરાટ કોહલી મેદાન પર જ રહ્યો, તેણે પણ અમ્પાયર સાથે વાત કરી. જોકે તે પછી તે મેદાન પર જ સુઈને આરામ કરવા લાગ્યો હતો.
- મોટાભાગના શ્રીલંકન ખેલાડીઓએ માસ્ક પહેરી રાખ્યો હોવાછતાં તેઓ પ્રદૂષણની ફરિયાદ કરી રહ્યાં હતા. જ્યારે કોહલી એકદમ શાંત અને રિલેક્સડ મૂડમાં દેખાતો હતો. તે ફિલ્ડ પર કસરત પણ કરતો દેખાયો.
- ટેસ્ટ ક્રિકેટના 140 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે, કોઈ ઈન્ટરનેશનલ ટીમ એન્ટી પોલ્યૂશન માસ્ક પહેરી રમી હોય.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ મેચ અટકી તે સમયે વિરાટ કોહલીનો અંદાજ.....)

અન્ય સમાચારો પણ છે...