• Gujarati News
  • India Won 5 3 Against Canada In Sultan Azlan Shah Cup

સુલતાન અઝલન શાહ હોકી : ભારતનો કેનેડા સામે 5-3થી વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇપોહ (મલેશિયા) : સુલતાન અઝલન શાહ હોકી ટૂર્નામેન્ટમાં ભારતે કેનેડા સામે 5-3થી વિજય મેળવ્યો હતો. ભારત આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વિજય મેળવવા સફળ રહ્યું છે. આ મેચમાં વિજય મેળવ્યો હોવા છતા ટાઇટલ જીતવાના ભારતની આશા ખતમ થઈ ગઈ છે. ભારત પ્રથમ હાફમાં એક અને બીજા હાફમાં ચાર ગોલ ફટકાર્યા હતા. ભારતનો આ પહેલા મલેશિયા સામે 2-3થી અને ન્યૂઝીલેન્ડ સામે 2-1થી પરાજય થયો હતો. જ્યારે કોરિયા સામેની મેચ 2-2થી ડ્રો રહી હતી.