કેનેડાને 5-3થી રગદોળી, ભારતે આખરે વિજયનો સ્વાદ ચાખ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇપોહ: ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયેલી ભારતીય હોકી ટીમે સુલ્તાન અઝલાન શાહ હોકી ટૂર્નામેન્ટમાં ગુરુવારે કેનેડાને 5-3થી પરાજય આપીને વિજયનો સ્વાદ ચાખ્યો હતો. આ વિજય ભારતને ત્રણ મેચ બાદ મળ્યો હતો. ભારતની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે 11મી એપ્રિલે થશે. ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી મેચ રમી રહેલી ભારતી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ગોલનો વરસાદ કર્યો હતો.
મેચનો છેલ્લે ક્વાર્ટર સૌથી રોમાંચિત રહ્યો હતો. બંને ટીમોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારત માટે રુપિંદરપાલ સિંહે 13મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યાર બાદ ત્રીજા ક્વાર્ટરમાં બે મિનિટ બાદ 32મી મિનિટે કેનેડા જેવી કમજોર ટીમ સામે ભારત 4-1થી આગળ થયું હતું. ત્યાર બાદ કેનેડાએ બે ગોલ કર્યા હતા. ભારત માટે સતબીરસિંહે ગોલ કરી સ્કોર 5-2 કર્યો હતો. જોકે કેનેડા માટે ડેવિડ જેમ્સનને ત્રીજો ગોલ કરીને સ્કોર 5-3 કર્યો હતો.