• Gujarati News
  • Streakers On Ground During Australian Match Cricket Stadium

PHOTOS: જ્યારે કાંગારૂઓ પર ભારે પડી ‘શીલા કી જવાની’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમ પણ ભારતની ધરતી પર ટીમ ઈન્ડિયાને ધૂળ ચટાડવાના ઈરાદે આવી રહી છે. ગયા વર્ષે કાંગારૂઓએ તેમની જ ધરતી પર ધોનીબ્રિગેડની જે ધોલાઈ કરી હતી જે ક્રિકેટપ્રેમીઓ ક્યારેય નહીં ભૂલી શકે.

ભલે હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હોય પરંતુ કાંગારૂ ટીમમાં કોઈ પણ ભોગે જીતની ભૂખ હજી પણ પહેલા જેવી છે. થોડા સમય પહેલા સુધી ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટમાં કાંગારૂઓની ધાક હતી અને તેમાં પણ ટેસ્ટ અને વનડેમાં તો તેઓ નિર્વિવાદ પણ અનબિટન ટીમ હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથે એક અનોખો સંયોગ પણ જોડાયેલો છે. ભલે તેઓ ઘરઆંગણે રમી રહ્યા હોય કે પછી વિદેશી ધરતી પર, પરંતુ તેના ખાસ પ્રશંસકો હંમેશા તેમની સાથે રહે છે. આ પ્રશંસક કોઈ સામાન્ય પ્રશંસક નથી પરંતુ તેઓ મેચમાં પોતાની હાજરી દેખાડવા માટે પોતાના કપડા ઉતારી દેતા હોય છે.

હવે તેને સંયોગ કહેવામાં આવે કે પછી બધાનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો અખતરો, પ્રત્યેક મોરચે કોઈને કોઈ સ્ટ્રીકર તેમને મળી જાય છે. 1989માં ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર પણ કાંગારૂઓ સાથે આવું બન્યું હતું.

આગળ ક્લિક કરો અને જાણો કાંગારૂઓ અને સ્ટ્રીકિંગ સાથે જોડાયેલ ખાસ વાતો તસવીરોમાં......