• Gujarati News
  • Srinivasan In Trouble As Hlaf Of The Board Is Against Him

શ્રીનિવાસનના વિરુદ્ધ જુવાળઃ વિરોધમાં અડધું BCCI

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જેટલી પણ રાજીનામાની તરફેણ કરે છે
- સિંધિયાના વિરોધ બાદ દિશા બદલાઈ
બીસીસીઆઇ અધ્યક્ષ એન.શ્રીનિવાસનના વિરોધમાં જુવાળ વધી રહ્યો છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જયોતિરાદિત્ય સિંઘિયાના વિરોધ પછી બોર્ડના ૩૦માંથી ૧૪ સભ્ય શ્રીનિવાસન રાજીનામું આપે તે મત ધરાવે છે. જ્યારે ત્રણ સભ્ય કેન્દ્ર સરકારના નિર્ણયની સાથે રહેશે અને તેમનાં મત પણ શ્રીનિવાસનની વિરોધમાં જ રહેશે. જ્યારે જગમોહન દાલમિયા સહિત ૧૪ સભ્ય શ્રીનિવાસનની તરફેણમાં છે.
દરમિયાન આઇપીએલના કમિશનર રાજીવ શુક્લા બોર્ડના ઉપાધ્યક્ષ અરુણ જેટલીને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તપાસ પૂરી થાય ત્યાં સુધી શ્રીનિવાસનને દૂર થઇ જવું જોઇએ. જોકે, તેમણે સીધી રીતે રાજીનામાની માગણી કરી નથી. કેન્દ્રીય મંત્રી શરદ પવાર ખુલ્લેઆમ શ્રીનિવાસનના વિરોધમાં બહાર આવ્યા છે.
રેલવે મંત્રીએ પણ બોર્ડ અધ્યક્ષના રાજીનામાની માગણી કરી હતી. પણ, શ્રીનિવાસન રાજીનામું આપવા ચોથીવાર ઇનકાર કરી દીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીનિવાસનના જમાઇ અને ચેન્નાઇ સુપરકિંગ્સના સીઇઓ ગુરુનાથ મયપ્પનની સટ્ટાબાજીના આરોપમાં ધરપકડ કરાઇ છે. આ કેસની તપાસ માટે બીસીસીઆઇએ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. બીજી બાજુએ, મુંબઇની અદાલતે મયપ્પનની પોલીસ કસ્ટડી ૩૧ મે સુધી લંબાવી છે. આ ઉપરાંત રાજીવ શુક્લાએ સ્પષ્ટ કહી દીધું છે કે તે આગામી વર્ષે આઇપીએલના ચેરમેનની જવાબદારી સંભાળશે નહીં.