• Gujarati News
  • Sri Lanka’s Rangana Herath Sees Off Pakistan As Jayawardene Retires

બીજી ટેસ્ટ : જયવર્દનેને શ્રીલંકાએ વિજયી વિદાય આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બનેલા રંગાના હેરાથની જાદુઇ બોલિંગની મદદથી શ્રીલંકાએ અહીં રમાયેલી બીજી તથા અંતિમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને ૧૦પ રનથી હરાવીને બે ટેસ્ટની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. આ સાથે શ્રીલંકાએ તેના સિનિયર બેટ્સમેન મહેલા જયવર્દનેને ટેસ્ટ ક્રિકેટમાંથી વિજયી ફેરવેલ આપી હતી. જયવર્દને હવે વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. મેચ જીત્યા બાદ શ્રીલંકન ખેલાડીઓએ જયવર્દનેને ખભા પર બેસાડીને ગ્રાઉન્ડમાં ચક્કર પણ મારીને તેને સન્માન આપ્યું હતું.

બીજી ટેસ્ટના પાંચમા તથા અંતિમ દિવસનો પ્રારંભ થયો ત્યારે શ્રીલંકાને વિજય માટે ત્રણ વિકેટની જરૂર હતી અને પાકિસ્તાન લક્ષ્યાંકથી ૧૪૪ રન દૂર હતી જે અંતરને પ્રવાસી ટીમ પાર કરી શકી નહોતી. મેચમાં હેરાથે પ્રથમ દાવમાં નવ વિકેટ સહિ‌ત કુલ ૧૪ વિકેટ ઝડપી હતી. શ્રીલંકાએ પ્રથમ ટેસ્ટ સાત વિકેટે જીતી હતી. શ્રીલંકાએ પાકિસ્તાનને બીજી ટેસ્ટ જીતવા માટે ૨૭૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રવાસી ટીમે રવિવારે ૧૨૭ રનના સ્કોરે તેની સાત વિકેટ ગુમાવી હતી.