• Gujarati News
  • Sri Lanka Cricket Sacks Three Officials Over Allegations Of Sexual Harrassment

શ્રીલંકા : ટીમમાં સ્થાનના બદલે સેક્સની માંગણી કરનાર ત્રણ અધિકારી સસ્પેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલંબો : શ્રીલંકન ક્રિકેટ ગર્વનિંગ બોડીએ ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે, જેના ઉપર દેશની રાષ્ટ્રીય મહિલા ટીમના ખેલાડીઓ પાસે ટીમમાં સ્થાન મેળવવાના બદલે સેક્સની માંગણી કરવાનો આરોપ લાગ્યો હતો.
શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના મતે, આંતરિક તપાસમાં બે અધિકારીઓ ઉપર સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ સાચો જણાયો છે. જ્યારે એક અધિકારીને ખરાબ વર્તુંણકનો દોષિત જાહેર થયો છે. જોકે રિપોર્ટમાં એ વાત પણ કહેવામાં આવી છે કે ત્રણેય સામે કોઈપણ ખેલાડી સાથે શારીરિક નિકટતા હોવાની સાબિતી મળી નથી. આ મામલે શ્રીલંકાના રમત મંત્રાલયેનું કહેવું છે કે આ અધિકારીઓ સામે અપરાધિક મામલો પણ ચાલશે. ઉલ્લેખનિય છે કે શ્રીલંકન કાયદા પ્રમાણે સેક્સુઅલ હેરેસમેન્ટમાં દોષિત સાબિત થાય તો પાંચ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. બોર્ડએ કહ્યું હતું કે અમારા રિપોર્ટમાં જાણ થઈ છે કે મહિલા ક્રિકેટ ટીમમાં અસંતોષની સ્થિતિ છે અને તેમાં ભલામણ અને પક્ષપાતની બોલબાલા છે.
શુ હતો મામલો

ઓક્ટોબર-નવેમ્બર-2014માં શ્રીલંકાની મહિલા ક્રિકેટરોએ આરોપ લગાવ્યો હતો કે તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પસંદગીકારો સાથે શારીરિક સંબંધ બનાવવાની માંગણીનો સામનો કરવો પડે છે. શ્રીલંકાની મહિલા ટીમની ખેલાડીઓએ ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સામે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા અથવા સ્થાન જાળવી રાખવા અધિકારીઓથી લઈને પસંદગીકારો સુધી શારીરિક સંબંધ બનાવવાની માંગ કરે છે. મહિલા ક્રિકેટરોએ કેટલાક અધિકારી અને પસંદગીકારોના નામ પણ જણાવ્યા હતા.
આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને વાંચો, કયા દિગ્ગજ ક્રિકેટરોની બનાવી હતી સમિતિ...