સ્પોટફિક્સિંગ પર દીપિકા પાદુકોણે કહ્યું 'ભૂતકાળમાં રમત સ્વચ્છ હતી'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડમિન્ટન આઈકોન પ્રકાશ પાદુકોણની પુત્રી અને ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણનું કહેવું છે કે તેના પિતાના સમયમાં સ્પોર્ટ્સ સ્વચ્છ હતું. તેને અફસોસ થાય છે કે તાજેતરમાં સ્પોટફિક્સિંગ જેવી બાબતો રમતને બદનામ કરી રહી છે.

તાજેતરમાં વિંદુ દારા સિંહનું નામ આઈપીએલમાં થયેલા સ્પોટ ફિક્સિંગમાં સામે આવતા દીપિકાએ કહ્યું કે એ અત્યંત દુ:ખદ બાબત છે કે કેટલાક લોકોના લીધે અન્ય લોકો સામે પણ શંકાની સોય તાકવામાં આવે છે.