સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ વીક 'સ્ટુઅર્ટ બ્રોડ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્ટુઅર્ટ બ્રોડ : રમત અને નૃત્યમાં પરોવાયું છે મન

ઇંગ્લેન્ડની ટ્વેન્ટી ૨૦ ટીમનો આ સુકાની સ્વભાવે ચંચળ છે પરંતુ ઈંગ્લેન્ડના ગ્રામિણ બાળકોના શિક્ષણ, રમતગમત અને સ્વાસ્થ્ય અંગે ખાનગી સામાજિક સંસ્થાઓને સહયોગ આપે છે.

- પ્રાણીસંગ્રહાલયોને મદદ

વાઘ- બચાઓ અભિયાન સાથે સંકળાયેલો છે. વાઈલ્ડ લાઈફ માટે ધનસંગ્રહ કરીને પ્રાણીસંગ્રહાલયોને આર્થિ‌ક મદદ કરે છે. ક્રિકેટના બેટ અને ક્રિકેટના કપડાંની હરાજી કરીને ગરીબ બાળકો માટે નાણાં ભેગા કરે છે.

- કેન્સર માટે ધનસંગ્રહ

૨૦૦૮થી અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડની વિવિધ સંસ્થાઓ માટે કેન્સરનિદાનના હેતુથી નાણાં એકત્રિત કરી રહ્યો છે. એઈડ્સ જાગૃતતા માટે ખાનગી સંસ્થાઓને મદદ કરે છે.

- પ૦ લાખ રૂપિયા છે માસિક કમાણી
- ૩૦ કરોડ રૂપિયા કમાયો પાંચ વર્ષમાં

- મેચ પહેલાં ડાન્સ જરૂરી

કોઇ પણ મેચ પહેલાં ડાન્સ કરે છે અને પછી મેદાનમાં રમવા જાય છે. સંગીતમાં તેની રુચિ બદલાતી રહે છે. ટિંબરલેન્ડ, જસ્ટિન ટિંબરલેક અને વેસ્ટ લાઈફ તેની પસંદગીના મ્યુઝિક છે.

- બે પુસ્તકો લખ્યા

માય વર્લ્ડ ઈન ક્રિકેટ અને સ્ટુઅર્ટ બ્રોડ બોલ્ડ વોર પુસ્તકો લખ્યા. પહેલા પુસ્તકમાં સ્ટાર ખેલાડી બનવા માટે કેવી માનસિક અને શારીરિક તથા માનસિક તૈયારી હોવી જોઇએ તેની માહિ‌તી અપાઇ છે જ્યારે બીજા પુસ્તકમાં ઓસ્ટ્રેલિયા સામે એશિઝ વિજય પર છે.

- વિલેજ ક્રિકેટર

પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પિતા ક્રિસ બ્રોડ વિભિન્ન ગામડાઓમાં જઇને ક્રિકેટ મેચ રમતા હતા. સ્ટુઅર્ટ બ્રોડ પણ રજાના દિવસોમાં ગ્રામીણો સાથે ક્રિકેટ રમે છે અને આર્થિ‌ક મદદ પણ કરે છે.
એન્ર્ડોસમેન્ટ : વોડાફોન, બક્ષન નેચરલ મિનરલ વોટર, ગ્રે નિકોલસ પીપી ફાઇવ સ્ટાર ક્રિકેટ બેટ.

- ફેસબુકઃ ૬૮,૭૦૮ લોકો લાઈક કરે છે
- ટ્વિટરઃ ૪,૦૩,૩૬૧ ફોલોઅર
નોંધ : સ્ટુઅર્ટ બ્રોડે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં સાત વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને પહેલી ક્રિકેટ ટેસ્ટમાં પણ વિજયી બનાવ્યું હતું.