સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ વીક : ટાઇગર વુડ્સ બહુમુખી પ્રતિભા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૩૭ વર્ષીય આ અમેરિકન ગોલ્ફર વિશ્વના ટોપ-૧૦ ધનિક ખેલાડીઓમાં સામેલ છે. તે પ્રાપ્ત આવકનો એક મોટો હિ‌સ્સો યુવા ગોલ્ફરો તથા વિભિન્ન સામાજિક કાર્યો માટે દાન કરે છે.
પ૦ કરોડ રૂપિયા ગોલ્ફથી માસિક કમાણી
૩૦ અબજ રૂપિયા છેલ્લાં પાંચ વર્ષની કમાણી
ટાઈગરવુડ્સ ફાઉન્ડેશન
૧૯૯૬માં સ્થાપિત બાળકોને ગોલ્ફનું પ્રશિક્ષણ આપે છે. ૩પ હજાર સ્કવેર ફુટ ક્ષેત્રમાં એનહિ‌મ(કેલિફોર્નિ‌યા)માં બનેલા આ ફાઉન્ડેશનમાં ૬૦ કર્મચારી છે.
લર્નિંગ સેન્ટરમાં ક્લાસરૂમ ઉપરાંત આઉટડોર ગોલ્ફ રમવાની સુવિધા પણ છે.
ફાઉન્ડેશનનું વધારાનું કેમ્પસ ફિલાડેલ્ફિયા(પેનેસિલવાનિયા) અને સ્ટુઅર્ટ(ફ્લોરિડા)માં છે.
કોલમિસ્ટ પણ
સતત ૧૪ વર્ષો સુધી'ગોલ્ફ ડાયજેસ્ટ’ મેગેઝિનમાં ગોલ્ફ પર કોલમ લખતો રહ્યો. વુડ્સને કારણે મેગેઝિનનું વેચાણ સારું થતું હતું. બે વર્ષ પહેલાં તેણે લખવાનું બંધ કરી દીધું છે.
ફિલ્મ પણ બની
૧૨ એપ્રિલ ૧૯૯૮એ એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૯૦ મિનિટની હતી. ફિલ્મનું નામ હતું ટાઈગરવુડ્સની સ્ટોરી, આ ફિલ્મ ત્રણ ડે-ટાઈમ એવોર્ડ માટે પણ નામાંકિત થઈ હતી.
આર્થિ‌ક મદદ
કેન્સર નિદાન, સ્વાસ્થ્ય અને માનવ અધિકાર માટે ધન એકત્રિત કરે છે.
નાના ગોલ્ફરોની રમતના વિકાસ, બાળકો માટે હોસ્પિટલ અને વન સંરક્ષણમાં પણ મદદ કરે છે.
એન્ર્ડોસમેન્ટ : નાઈકી, અમેરિકન એક્સપ્રેસ તેમજ જનરલ મિલ્સ સહિ‌ત ડઝનથી વધુ કંપનીઓ સાથે સંબંધ.
યુનિસેફ, રેડક્રોસ સાથે પણ સંબંધ : યુનિસેફ અને રેડક્રોસને આર્થિ‌ક મદદમાં સૌથી આગળ રહે છે.
સોશિયલ મીડિયા પર વુડ્સ
ફેસબુક પર ૨, ૭૨૭, ૬૨૭ લોકો લાઈક કરે છે.
ટ્વિટર પર ૨, ૯૩૨, ૭૭૨ ફોલોઅર
નોંધ : ટાઈગર વુડ્સે તાજેતરમાં ફ્લોરિડામાં ૭પમો પીજીએ ટુર ખિતાબ જીત્યો હતો.