• Gujarati News
  • South African Judge Cleared Pistorius Of All Murder Charges Latest News

જજના નિર્ણય બાદ કોર્ટમાં પિસ્ટોરિયસ ધ્રુસકે-ધ્રુસકે પડી પડ્યો, જુઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોર્ટમાં જજના નિર્ણય બાદ પિસ્ટોરિયસ રડવા લાગ્યો હતો.)
જોહાનિસબર્ગ : પૈરાએથ્લિટ ઓસ્કાર પિસ્ટોરિયસને દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે પૂર્વનિયોજિત હત્યાનો દોષિત માન્યો નથી. જજ થોકોજાઈલ માસિપાએ નિર્ણય આપતા કહ્યું હતું કે 'અભિયોજન પક્ષ એ સાબીત નથી કરી શક્યો કે પિસ્ટોરિયસે જાણી જોઈને હત્યા કરી છે. નિર્ણય સાંભળ્યા બાદ પિસ્ટોરિયસ એટલો ભાવુક બની ગયો હતો કે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો.
પિસ્ટોરિયસ પર 2013માં વેલેન્ટાઈન ડે પર પોતાની પ્રેમિકા રિવા સ્ટિનકેપની પૂર્વ નિયોજિત હત્યા કરવાનો આરોપ હતો. જોકે ઓસ્કોરે આ આરોપને ખોટા ગણાવ્યા હતા. ઓસ્કારના મતે કોઈ ચોર સમજી મે રિવા ઉપર ગોળી ચલાવી હતી.
બીજી તરફ રિવાના પરિવારજનો પિસ્ટોરિયસ ઉપર જાણીજોઈને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ લાગ્યા પછી પિસ્ટોરિયસ રમતથી દૂર છે. જોકે તે મેદાનમાં ક્યારે વાપસી કરશે તેવું હજુ કોઈ નિવેદન આવ્યું નથી.
આગળ ક્લિક કરો અને જુઓ, નિર્ણય વખતે કેવી રીતે રડવા લાગ્યો પિસ્ટોરિયસ....