• Gujarati News
  • South African Batsman Quinton De Kock Breaks ODI World Record

21 વર્ષ, 21મી ઇનિંગ્સ અને 1000 રન, આ યુવાએ તોડી નાખ્યો વર્લ્ડ રેકોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ ફોટો : સદી ફટકાર્યા બાદ દક્ષિણ આફ્રિકાનો ડિ કોક.)
બુલાવાયો : દક્ષિણ આફ્રિકાના યુવા ઓપનર ક્વિંટન ડિ કોકે 21 વર્ષની ઉંમરમાં સૌથી ઝડપી 1000 રન પુરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. કોક વન-ડે કારકિર્દીની 21મી ઇનિંગ્સમાં 1000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેણે આ સિદ્ધી 21 વર્ષની ઉંમરમા મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ કેવિન પીટરસનના નામે હતો, તેણે 26 વર્ષમાં 1000 રન પુરા કર્યા હતાઆટલું જ નહી દિગ્ગજ બેટ્સમેન વિવિયન રિચર્ડ્સના વર્લ્ડ રેકોર્ડની બરાબરી પણ કરી છે.
ઝિમ્બાબ્વે સામેની બીજી વન-ડેમાં પહેલા કોકને 1000 રન પુરા કરવામાં 37 રનની જરૂર હતી. તેણે બીજી વન-ડેમાં 38 રન બનાવી આ કારકિર્દીમાં 1000 રન પુરા કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચડર્સે સૌ પ્રથમ આ સિદ્ધી મેળવી હતી.
7 જૂન 1975ના રોજ વન-ડેમાં ડેબ્યું કરનાર રિચર્ડ્સે 22 જાન્યુઆરી 1980ના રોજ ઇંગ્લેન્ડ સામે વન-ડેમાં 1000 રન પુરા કર્યા હતા. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી વન-ડેમાં રિચર્ડ્સે 21મી ઇનિંગ્સમાં 65 રન બનાવી આ સિદ્ધી મેળવી હતી.

વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન પુરા કરનાર ટોપ બેટ્સમેન
વિવિયન રિચડર્સ (વેસ્ટ ઇન્ડીઝ) - 21 ઇનિંગ્સ
કેવિન પીટરસન (ઇંગ્લેન્ડ)- 21 ઇનિંગ્સ
જોનાથન ટ્રોટ (ઇંગ્લેન્ડ)- 21 ઇનિંગ્સટ
ક્વિંટન ડિ કોક (દક્ષિણ આફ્રિકા)- 21 ઇનિંગ્સ
ગોર્ડન ગ્રિનેજ (વેસ્ટ ઇન્ડીઝ) - 23 ઇનિંગ્સ
રેયાન ટેન ડોશ્ચેટ (નેધરલેન્ડ) - 23 ઇનિંગ્સ

બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
કોક સૌથી ઝડપી 1000 રન પુરા કરવાના મામલે સૌથી યુવા વર્લ્ડ રેકોર્ડધારી બેટ્સમેન બન્યો છે. તેણે આ સિદ્ધી 21 વર્ષની ઉંમરમા મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ કેવિન પીટરસનના નામે હતો, તેણે 26 વર્ષમાં 1000 રન પુરા કર્યા હતા. વિવિયન રિચડર્સે 28 વર્ષની ઉંમરમાં આ સિદ્ધી મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાનો શ્રેણી વિજય
દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વે સામેની બીજી વન-ડેમાં 61 રને વિજય મેળવી ત્રણ વન-ડેની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકાના 257 રનના જવાબમાં ઝિમ્બાબ્વે 49.1 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

આગળ ક્લિક કરો અને જાણો, ડિ કોકની સદીઓ વિશે....