સાઉથ આફ્રિકા ૨પ૩ રનમાં ધરાશાયી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને અહીં રમાતી પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે જ યજમાન સાઉથ આફ્રિકાને તેની પ્રથમ ઇનિંગ્સમાં ૨પ૩ રનના સામાન્ય સ્કોરે ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી હતી.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ યજમાન ટીમે ૪૬ રનના સ્કોરે તેના બંને ઓપનર ગ્રીમ સ્મિથ (૨૪) તથા પીટરસન (૨૦)ની વિકેટ ગુમાવી દીધી હતી. ઓલરાઉન્ડર જેક્સ કાલિસે ટીમ માટે સર્વાધિક પ૦ રન બનાવ્યા હતા.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ હફીઝે ૧૬ રનમાં ચાર તથા ઉમર ગુલ અને જુનૈદ ખાને બે-બે વિકેટ ખેરવી હતી.