પુત્ર છે કરોડોની સંપત્તિનો માલિક, છતાં દિગ્ગજ ક્રિકેટરના પિતા વેચે છે બિસ્કિટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ અને વન-ડે વિકેટ લેનારા શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરન ભલે કરોડોની સંપત્તિના માલિક હોય પણ તેના પિતા આજેપણ બિસ્કિટ વેચે છે. મુરલીધરનના પિતા સિન્નાસામી મુથૈયા શ્રીલંકાના કેનડીમાં ઘણા જાણીતા વ્યક્તિ છે. સિન્નાસામી અન્ય સ્પોર્ટ્સ પર્સનના પિતા કરતા ઘણા અલગ છે અને તેઓ પોતાના સ્ટાર પુત્રનો ઉપયોગ કર્યા વગર બિસ્કિટનો બિઝનેસ ચલાવે છે. પુત્રની લોકપ્રિયતા વગર પણ તેઓ શ્રીલંકાના ત્રીજા સૌથી મોટા બિસ્કિટ મેન્યુફેક્ચરર છે.
 
પુત્રની લોકપ્રિયતાનો નથી કરતા ઉપયોગ....

- એક ઈન્ટરવ્યૂમાં સિન્નાસામીએ જણાવ્યું કે, તેઓ બિસ્કિટની માર્કેટીંગમાં પુત્ર મુરલીધરનના નામનો ઉપયોગ નથી કરતા. તેઓ આમ કરે તો તેમની કમાણી બમણી થઈ શકે છે. જોકે આમ કરશે નહીં.
- સિન્નાસામીએ જણાવ્યું કે, હું મારા પુત્રના નામનો ઉપયોગ નથી કરવા માગતો. મારા ફાયદા માટે પુત્ર મુરલીનું નુકસાન નથી કરી શકતો.
- મુરલીના પિતાના જણાવ્યાં અનુસાર, તેમના સ્ટાર પુત્ર પાસે શ્રીલંકાની એક મોટી બ્રાન્ડના બિસ્કિટનું એન્ડોર્સમેન્ટ છે. તેથી જ તેઓ પુત્રની કમાણીને અસર થાય તેવું ઈચ્છતા નથી.
- ભલે મુરલીધરનના પિતા પોતાના પુત્રના નામનો ઉપયોગ ન કરતા હોય, પરંતુ પલ્લેકેલમાં તમામ લોકો મુરલીધરનના પિતાની બ્રાન્ડને સારી રીતે જાણે છે.
 
સામાન્ય લાઈફ જીવે છે મુરલીના પિતા...

- પુત્ર પાસે કરોડોની સંપત્તિ અને વૈભવી ઘર હોવા છતાં મુરલીધરનના પિતા એકદમ સામાન્ય લાઈફ જીવે છે.
- તેઓ હંમેશા સાદા વસ્ત્રોમાં જ જોવા મળતા હોય છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ બિસ્કિટ ફેક્ટ્રીમાં મુરલીના પિતા અને મુરલીધરનની લાઈફ...)