શુ 2007નો ધોની બની શકશે રહાણે ? આ પાંચ બાબતો છે એક સરખી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : બાંગ્લાદેશના નિરાશાજનક પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસની તૈયારી કરી રહી છે. આ વખતે કેપ્ટન ધોની સહિત આઠ સિનીયર ખેલાડીઓને આરામ આપી નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. અજિન્કિય રહાણેને ટીમમાં નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રહાણે ઝિમ્બાબ્વે પોતાને કેવી રીતે સાબિત કરી શકે છે અને આ તકનો કેવો ફાયદો ઉઠાવે છે એ તો આ પ્રવાસ પછી ખબર પડશે, જોકે કેપ્ટન રહાણેના પક્ષમાં ઘણી એવી વાતો છે, જે ધોની સાથે મેળ ખાય છે. આ વખતનો ટીમનો માહોલ પણ કેટલાક અંશે 2007 જેવો છે.
ટીમ ઇન્ડિયામાં 2007 જેવો માહોલ
2007ના વર્લ્ડકપમાં કંગાળ પ્રદર્શન પછી રાહુલ દ્રવિડ કેપ્ટનશિપ છોડવા માંગતો હતો. સચિનની ભલામણથી ધોનીને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે સમયે સહેવાગ કેપ્ટન માટે દાવેદાર હતો, પણ દિગ્ગજોની પસંદગીના કારણે નવોદિત ધોનીને તક મળી હતી. આજે પણ આવી જ પરિસ્થિતિ છે. ધોની અને કેપ્ટનશિપ માટેના પ્રબળ દાવેદાર વિરાટ કોહલી વચ્ચે સંબંધો સારા રહ્યા નથી. એવા સમયે રહાણેને ફાયદો થયો છે. મુંબઈના આ ખેલાડીને સચિન અને દ્રવિડ ડેવા દિગ્ગજોનો પણ સપોર્ટ છે.
આગળની સ્લાઈડ્સ માં વાંચો, એવા ચાર કારણ જે ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવેલા રહાણેના પક્ષમાં છે...