• Gujarati News
  • Shikhar Dhawan Joins Narendra Modi's Swachh Bharat Abhiyan

શિખર ધવન જોડાયો સ્વચ્છતા અભિયાનમાં, ઓસ્ટ્રેલિયામાં કરી સફાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઓસ્ટ્રેલિયામાં સફાઇ કરતો શિખર ધવન.)
એડિલેડ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ‘સ્વચ્છ ભારત અભિયાન’માં ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના પછી ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ જોડાઈ ગયો છે. ધવને આ અભિયાનને ગ્લોબલ બનાવ્યું હતું. તેણે ભારતમાં નહી પણ ઓસ્ટ્રેલિયામાં ઝાડુ પકડીને સફાઈ કરી હતી. ધવન હાલ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ધવન સફાઇ કરતા ફોટા સોશ્યલ સાઇટ્સ ઉપર અપલોડ કર્યા છે.

સચિન, રોહિત શર્મા, સાનિયાએ પણ જોડાયા છે અભિયાનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સફાઈ અભિયાનને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ખુલીને સમર્થન કર્યું છે. સચિને આ અભિયાનામં જોડાઈને સફાઇ પણ કરી હતી. સચિન પછી રોહિત શર્મા પણ મુંબઈમાં પોતાના ઘરની પાસે સફાઈ અભિયાનનો ભાગ બન્યો હતો.
આ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈના ,બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટા અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’માં જોડાયા છે. રૈનાએ ગાજિયાબાદમા જ્યારે સાનિયા અને જ્વાલાએ હૈદરાબાદમાં સફાઈ કરી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ, ધવને કરેલ સફાઈ અને કયા-કયા ખેલાડીઓ પીએમના અભિયાન સાથે જોડાયા છે....