તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SCમાં લોઢા કમિટીની ભલામણો મંજૂર, એક રાજ્ય એક વોટનો નિયમ થશે લાગુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દાયકાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર નાગચૂડ જમાવી બેઠેલા રાજકારણીઓએ BCCI પરથી તેમની પકડ ઢીલી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે લોઢા કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યો છે અને પદાધિકારીઓ પર કેટલાક નિયંત્રણ લાદ્યાં છે. આને બીસીસીઆઈની સ્થાપના(1928) બાદ, એટલે કે 88 વર્ષે સૌથી મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ ગુજરાત અને મહારાષ્ટ્રને નુકસાન થશે. જ્યારે નોર્થ ઇસ્ટ પાવરફૂલ બની જશે. આગામી છ મહિનામાં લોઢા કમિશનની ભલામણોને લાગુ કરવાની રહેશે.
# કેવી રીતે થશે ગુજરાતને નુકસાન
- 'એક રાજ્ય, એક વોટ'ની ભલામણનો પણ સુપ્રીમે સ્વીકાર કર્યો છે.
- જીસીએના પૂર્વ પદાધિકારી હિતેશ પટેલના મતે આ નિર્ણયથી ગુજરાતમાંથી ફફ્ત એક જ વોટ રહી જશે. આ પહેલા ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિયેશનથી હોવાથી ત્રણ વોટિંગ હતા.
- રાજ્યમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશનનો સમાવેશ થાય છે.
- ગુજરાતમાં હવે ત્યાં રોટેશન પ્રમાણે વોટિંગ અધિકાર મળશે.
- આમ બે વોટ ઓછા થવાથી ગુજરાતનો દબદબો ઓછો થશે.
- બીજી તરફ મહારાષ્ટ્રને પણ નુકસાન થઈ રહ્યું હોવાથી વેસ્ટ ઝોનનો દબદબો પણ ઘટશે.
# નોર્થ ઇસ્ટ બનશે પાવરફૂલ
- લોઢા કમિટીની આ ભલામણથી નોર્થ ઇસ્ટ પાવરફૂલ બની જશે.
- નોર્થ ઇસ્ટમાં આવતા તમામ રાજ્યને વોટિંગનો અધિકાર મળશે.
- આ પહેલા ઘણા નોર્થ ઇસ્ટના રાજ્યોને વોટિંગનો અધિકાર ન હતો તેથી તેમનું વર્ચસ્વ ઓછું રહેતું હતું.
- બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વધારે મજબૂત બનશે.
- આ બન્ને નોર્થ ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.
# 70થી વધુ ઉંમરના લોકો ‘આઉટ’
- 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ક્રિકેટમાં કોઈ સ્થાન નહીં મળે.
- મુંબઈ ક્રિકેટ એસો.ના અધ્યક્ષ શરદ પવાર, તામિલનાડુના કે. શ્રીનિવાસન, સૌરાષ્ટ્રના નિરંજન શાહ, પંજાબના બિન્દ્રાની કારકિર્દી ખતમ.
# આમનો બીજો હોદ્દો છીનવાશે
- બોર્ડ સચિવ અજય શિરકેનો મહારાષ્ટ્રના અધ્યક્ષનો હોદ્દો, અનિરુદ્ધ ચૌધરીનું હરિયાણાના સચિવ પદ, સંયુક્ત સચિવ અમિત ચૌધરીનું ઝારખંડના અધ્યક્ષનું પદ, બંગાળના અધ્યક્ષ ગાંગુલીએ આઈપીએલનું ગવર્નિંગ કાઉન્સિલ છોડવું પડશે.
# અધ્યક્ષ અનુરાગને મોટી અસર
1. સતતબે કાર્યકાળ નહીં
હવે બોર્ડમાં કોઈને સળંગ બે કાર્યકાળ નહીં મળે. એટલે કે અધ્યક્ષ અનુરાગ ઠાકુર આગામી ટર્મમાં અધ્યક્ષ નહીં બની શકે.
2.એકવ્યક્તિને બે હોદ્દા નહીં
હવે કોઈ પદાધિકારી બે પદ ઉપર હોદ્દો નહીં સંભાળી શકે. એટલે કે બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે હિમાચલ ક્રિકેટ એસોસિયેશનનો હોદ્દો છોડવો પડશે.
# 'એક રાજ્ય, એક વોટ'ની ભલામણનો પણ સ્વીકાર

- બીસીસીઆઈના પદાધિકારીઓની મહત્તમ ઉંમર 70 વર્ષની રહેશે.
- કોઈ પ્રધાન કે સનદી અધિકારી બીસીસીઆઈમાં પદ નહીં મેળવી શકે.
- 'એક રાજ્ય, એક વોટ'ની ભલામણનો પણ સુપ્રીમે સ્વીકાર કર્યો છે.
- મતલબ કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો કે જ્યાં એક કરતા વધુ ક્રિકેટ એસોસિએશન્સ છે. ત્યાં 'વારાફરતી' વોટિંગ અધિકાર મળશે.
- બીસીસીઆઈએ 'વન સ્ટેટ, વન વોટ'ની વ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો હતો. બોર્ડે તર્ક આપ્યો હતો કે, અલગ-અલગ બોર્ડ્સે અલગ-અલગ સ્થળોએ ક્રિકેટને વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે.
- જો એક જ મતના પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે તો આ એસોસિએશન્સ પ્રતિનિધિત્વથી વંચિત રહી જશે.
# છ મહિનામાં લોઢા કમિશનની ભલામણોને લાગુ કરવાની રહેશે
- આગામી છ મહિનામાં લોઢા કમિશનની ભલામણોને લાગુ કરવાની રહેશે. લોઢા પેનલ આ પરિવર્તનને પાર પાડશે.
- બીસીસીઆઈનીએ એડવર્ટાઈઝિંગ અંગે પેનલની ભલામણો સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફેરવિચારણા માટે લોઢા પેનલ સમક્ષ રજૂઆત કરી હતી.
- સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, બીસીસીઆઈ દ્વારા ફંડની ફાળવણી મનસ્વી રીતે તથા રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
- સુનાવણી દરમિયાન બેન્ચે BCCIને પૂછ્યું હતું કે, પ્રધાનોને રાખવા માટેની તાલાવેલી શા માટે છે?
- મહત્તમ બે ટર્મ તથા ઉંમરની ટોચમર્યાદા સામે તમને શું વાંધો છે?
- સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપવાનો બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે ઇન્કાર કર્યો છે.
# ગોપાલ સુબ્રમણ્યમ બન્યા હતા 'અદાલત મિત્ર'

- વિખ્યાત વકીલ ગોપાલ સુબ્રમણ્યમ આ કેસમાં 'અદાલત મિત્ર' હતા.
- મુખ્ય ન્યાયધીશ ટીએસ ઠાકુર અને FMI ખલિફુલ્લાની બેન્ચે લગભગ 12 હિયરિંગ હાથ ધર્યા હતા.
- ગોપાલ સુબ્રમણ્યમે ગોવા ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચારના આરોપમાં ચેરમેન, સેક્રેટરી અને ટ્રેઝરરની ધરપકડનો મુદ્દો બેન્ચને બ્રિફ કર્યો હતો.
- ઉપરાંત ગોપાલ સુબ્રમણ્યમે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની સ્થિતિ બેન્ચનના ન્યાયધીશોને વાકેફ કર્યા હતા.
- ફરિયાદી આદિત્ય વર્મા (બિહાર ક્રિકેટ એસોસિએશનના સચિવ) વતી પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પત્ની નલિની હાજર રહ્યા હતા.
- પૂર્વ ક્રિકેટર્સ બિશનસિંહ બેદી, કીર્તિ આઝાદ તથા અનેક ક્રિકેટ એસોસિએશન્સે BCCIના વહીવટ સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
- અનેક પૂર્વ ખેલાડીઓ BCCIના વહીવટ સામે અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે.
આગળ વાંચોઃ ચુકાદા અંગે પ્રતિક્રિયા તેમજ શું છે લોઢા પેનલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો