તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવુ છે સાનિયા-શોએબનું દુબઇમાં આવેલું બીજુ ઘર, જુઓ INSIDE PICS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ પાક. ક્રિકેટર શોએબ મલિક અત્યારે સ્પેન્ટ ટાઇમ વિતાવી રહ્યાં છે. આ કપલનું દુબઇમાં પામ જુમેરાહમાં એક ઘર પણ છે. આ એપાર્ટમેન્ટ શોએબ મલિકને 2008માં ટોરેન્ટોમાં રમાયેલ મેચમાં ભેટમાં મળ્યો હતો. દરમિયાન divyabhaskar.com તમને શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના દુબઇમાં આવેલા ઘર વિશે જણાવી રહ્યું છે.
સાનિયા-શોએબનું દુબઇમાં લક્ઝુરિયસ ઘર
- 2008માં ટોરેન્ટોમાં રમાયેલ ટી-20 સીરિઝમાં મેન ઓફ ધ સીરિઝ બનતા મલિકને દુબઇના પામ જુમેરાહમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ભેટમાં મળ્યો હતો.
- મલિકને અજમન યુએઇ બેસ્ડ રિયલ એસ્ટેટ એજન્સી અલ બકરા ગ્રુપે તેને આ એપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યો હતો.
- જે બાદ તેને દૂબઇની નાગરિકતા મળી ગઇ હતી. હવે તે આ ફ્લેટમાં સાનિયા મિર્ઝા સાથે રહે છે.
- આ એપાર્ટમેન્ટમાંથી દરિયા કિનારે બેસીને ચા પણ પી શકાય છે તેમજ રાત્રે હોટલ એટલાન્ટિસનો અનોખો નજારો પણ જોવા મળે છે.
- શોએબ મલિક સાથે લગ્ન માટે સાનિયાના પિતા આ શરત પર જ તૈયાર થયા હતા કે તે ભારતમાં રહેશે અથવા દુબઇમાં.
2010માં થયા હતા સાનિયા-શોએબના નિકાહ

- ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના લગ્ન એપ્રિલ, 2010માં થયા હતા.
- સાનિયા મિર્ઝાએ નિકાહના સમયે જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે અને શોએબ દૂબઇમાં રહેવુ પસંદ કરશે. જેની પાછળ તેને પાકિસ્તાનના માહોલને જવાબદાર ગણાવ્યો હતો.
- સાનિયાના પરિવારજનોનું પણ માનવુ હતુ કે પાકિસ્તાનમાં તેના જીવને ખતરો થઇ શકે છે.
- મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની ક્રિકેટર સાથે નિકાહને લઇને સાનિયા મિર્ઝાનો ઘણો વિરોધ પણ થયો હતો.
- સાનિયાના પરિવારજનો નથી ઇચ્છતા કે તેમની પુત્રી પાકિસ્તાનમાં રહે કારણ કે તેમને ડર હતો કે સાનિયા ત્યાં સુરક્ષિત નથી.
- સાનિયા માટે દુબઇમાં રહેવુ સારૂ છે કારણ કે ત્યાંથી હૈદરાબાદ આવવા માટે ફ્લાઇટમાં માત્ર ત્રણ કલાક જ લાગે છે.
આગળની સ્લાઇડમાં જુઓ, સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનું દુબઇમાં આવેલ લક્ઝુરિયસ ઘર વિશે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો