સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગિસની જોડી સેમિફાઇનલમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર્લ્સટન: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝર્લેન્ડની તેની સાથીદાર માર્ટિના હિંગીસની જોડી ફેમિલી કપ સર્કલ ટેનિસ ચેમ્પિયનશિપની વિમેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. તેમણે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચેમ્પિયન મેડિના ગૂરીક્યૂસ અને કઝાકિસ્તાનની યારોસ્લાવિયાની જોડીને પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાનિયા અને હિંગીસની જોડીએ સ્પેનની મેડિના ગેરીક્યૂસ અને કઝાકિસ્તાનની યારોસ્વાવિયાની જોડીને 7-5, 4-6, 13-11થી હરાવી હતી.
સંઘર્ષપૂર્ણ મુકાબલો એક કલાક અને 41 મિનિટ સુધી રમાયો હતો. આ વિજય સાથે જ માયામી ઓપનમાં ચેમ્પિયન બનેલી સાનિયા મિર્ઝા અને હિંગીસની જોડી સિંગાપોર સ્પર્ધા માટે રેન્કિંગમાં ટોચના સ્થાને આવી ગઇ છે.