તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિનની નિવૃત્તિ પર બોલ્યા પાટીલ, અમે દબાણ કર્યું હતું નહી કે તે રહસ્ય રહે તો જ સારૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : બીસીસીઆઈમાં ચીફ સિલેક્ટર્સ સંદિપ પાટીલ અને અન્ય પસંદગીકારે અંતિમ વખત ટીમ ઇન્ડિયાનું સિલેક્શન કર્યું છે. તેમનો કરાર આ સાથે જ ખતમ થઈ ગયો છે. પાટીલે આ પ્રસંગે કહ્યું હતું કે સચિન તેંડુલકર ઉપર નિવૃત્તિ લેવાનું દબાણ બનાવ્યું હતું કે નહીં તે રહસ્ય રહે તો જ સારૂ. પ્રથમ વખત આ સવાલ ઉપર તે મૌન રહ્યા હતા. બીજી વખત પણ આ સવાલ કરાયો તો કહ્યું હતું કે, ‘‘અમે સચિન ઉપર નિવૃત્તિ લેવાનું દબાણ બનાવ્યું કે નહી? આ સિક્રેટ જ રહે તો સારૂ છે. અમે પસંદગીકારો ફક્ત બીસીસીઆઈ પ્રતિ જ જવાબદાર છીએ. અમારી પાસેથી મીડિયા રહસ્ય બહાર કાઢી શકે નહીં.’’ આ જવાબથી સંદિપે એ સંકેત તો આપી દીધો જ છે કે સચિનની નિવૃત્તિનો મામલો ખાસ હતો.
પાટિલના 4 વર્ષના કાર્યકાળમાં 57 ક્રિકેટરોનું ડેબ્યૂ
- સંદિપ પાટીલ સપ્ટેમ્બર, 2012માં ચીફ સિલેક્ટર્સ બન્યા હતા. તેમના કાર્યકાળમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ અને ઝહિર ખાને નિવૃત્તિ જાહેર કરી હતી.
- પાટીલના કાર્યકાળમાં 57 ક્રિકેટરોએ ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. જેમાં 12 ક્રિકેટરોએ ટેસ્ટમાં, 21 વન-ડેમાં અને 24 ક્રિકેટરોએ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.
આકરા નિર્ણયો લીધા
- પાટીલે કહ્યું હતું કે, ‘અમે ભારતીય ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઘણા મોટા અને આકરા નિર્ણયો કર્યા હતા. હું મારા કાર્યકાળની સમાપ્તિ પર ખુશ છું. આપણી ટીમે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.’
- ‘મને એ વાતનો આનંદ છે કે બોર્ડે રાહુલ દ્રવિડને જૂનિયર અને અનિલ કુંબલેને સીનિયર ટીમનો કોચ બનાવ્યો છે.’
- પાટીલે કહ્યું હતું કે, ‘ટીમની પસંદગીમાં ક્યારેય બહારથી દબાણ આવ્યું નથી. મારા કાર્યકાળમાં બીસીસીઆઈએ કોઈપણ ઝોન અધિકારીને ટીમના સ્થાન માટે સમિતિ ઉપર દબાણ કર્યું નથી અને કોઈ ખેલાડીની ભલામણ પણ કરી નથી.’
પાટીલ બોલ્યા- ઘણા મિત્રો ગુમાવવા પડ્યા
- એક પસંદગીકાર હોવાના કારણે સૌથી ખરાબ વાત એ છે કે નિર્ણયો લેવાના હોવાના કારણે તમારે મિત્રો ગુમાવવા પડે છે. જોકે અમારા કામનો અને રમતનો એક ભાગ છે.
સચિને નિવૃત્તિ લીધી ત્યારે આવી હતી સ્થિતિ
- મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં સચિને વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ ટેસ્ટમાં 74 રન બનાવ્યા હતા. 14 નવેમ્બરના રોજ અંતિમ ટેસ્ટ રમ્યો હતો.
- જોકે જાન્યુઆરી 2011 પછી સચિને એકપણ સદી ફટકારી ન હતી.
- પોતાની કારકિર્દીના અંતિમ બે વર્ષમાં સચિને 19 ટેસ્ટ મેચમાં 31.86ની એવરેજથી 956 રન બનાવ્યા હતા.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સચિન તેંડુલકરની નિવૃત્તિ સમયની ખાસ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો