સંદીપ પાટીલ બન્યા મુખ્ય પસંદગીકાર, અમરનાથની હકાલપટ્ટી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સતત 8 ટેસ્ટ મેચ હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી સુકાની પદ આંચકી લઈને વીરેન્દ્ર સેહવાગને સોંપવાને લઈને મુખ્ય પસંદગીકાર શ્રીકાંત સાથે બાખડનારા મોહિન્દર અમરનાથને તેની કિંમત ચૂકવવી પડી છે. મોહિન્દર અમરનાથને બીસીસીઆઈની મુખ્ય પસંદગી સમિતિમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

જ્યારે મુખ્ય પસંદગીકાર શ્રીકાંતના સ્થાને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદિપ પાટીલને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે.

સંદિપ પાટીલને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા છે તો પસદંગી સમિતિની પેનલમાં વિક્રમ રાઠોડ (નોર્થ ઝોન), રાજેન્દ્ર હંસ (સેન્ટ્રલ ઝોન), રોજર બિન્ની (સાઉથ ઝોન) અને સબા કરીમ (ઈસ્ટ ઝોન)ને સામેલ કરવામાં આવ્યા છે.શ્રીલંકામાં વિરેન્દ્ર સેહવાગને હાંસિયામાં જ રખાશે?
..તો સચિન પણ પુત્ર અર્જુન સાથે રમશે આવી અણનમ ઈનિંગ્સ
ડોપ ટેસ્ટ પર ઉશ્કેરાયો યુવરાજ, સેહવાગની ફિટનેસ પર સવાલ
ટી20 વર્લ્ડકપ બાદ ક્રિકેટ ગુમાવશે તેનો એક ‘પર્ફેક્ટનિસ્ટ’
પઠાણ પર ધોનીને છે વિશ્વાસ, ભજ્જીથી કાંગારૂઓ ભયભીત