મુંબઇ: બોલિવુડના 'સુલતાન' સલમાન ખાને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની ઓટો બાયોગ્રાફી 'એસ અગેઇંસ્ટ ઓર્ડ્સ'નું વિમોચન કર્યુ હતું. આ દરમિયાન સલમાને લગ્નની તારીખ પણ જણાવી હતી. મહત્વપૂર્ણ છે કે સાનિયાની ઓટો બાયોગ્રાફીને ગત બુધવારે કિંગ ખાન શાહરૂખ ખાને હૈદરાબાદમાં લોન્ચ કરી હતી.
શું કહ્યું સલમાન ખાને
- સલમાન ખાને આ પ્રસંગે કહ્યું, 'લોકો જે ત્રણ જન્મોમાં મેળવી શક્યા નથી તે સાનિયાએ માત્ર 29 વર્ષમાં જ કરી બતાવ્યું છે.'
- સાનિયાએ કઇ કહેવુ છે અને તે તેને ભૂલી જાય માટે તેને આત્મકથા લખવાનો નિર્ણય કર્યો હતો.
- સાનિયા સફળતા મેળવવા માટે આગળ પણ જીતતી રહેશે, માટે અમને તે બાદ આત્મકથા પાર્ટ 2, પાર્ટ 3 અને પાર્ટ 4 પણ વાંચવા મળશે.
- સલમાને કહ્યું, હું સાનિયાને કેટલાક વર્ષોથી ઓળખુ છુ, જો સાનિયાએ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો તો તે કમાલ કરશે.
- આ મામલે સાનિયાએ કહ્યું, 'હું પોતાના અનુભવ લોકો સાથે શેર કરીને ઘણી ખુશ છું.
- હું રિયો ઓલમ્પિકમાં રોહન બોપન્ના સાથે મિકસ્ડ ડબલ્સમાં અને પ્રાર્થના ઠોબરે સાથે મહિલા ડબલ્સમાં રમીશ. હું અને પ્રાર્થના એશિયન રમતોમાં મેડલ જીતી ચુક્યા છીએ, મને રિયોમાં પણ મેડલ જીતવાની આશા છે.
સલમાને લગ્નની તારીખ પણ જણાવી
- સલમાનને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તમે લગ્ન ક્યારે કરશો?
- થોડુ વિચાર્યા પછી સલમાને કહ્યું, 18 નવેમ્બર.' યસ 18 નવેમ્બર. આ કઇક 20- 25 નવેમ્બરમાં તે થઇ જશે. પરંતુ ખબર નથી ક્યા વર્ષમાં થશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સાનિયા મિર્ઝા અને સલમાન ખાનની વધુ તસવીરો...