તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તા પર સ્કેટિંગ પ્રેક્ટિસ કરી ઓપન નેશનલમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે સલમાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફરીદાબાદ:  સલમાનનો જ્યારે જન્મ થયો, ત્યારે બંને પગની જાંઘ નહોતી. ઘૂંટણ કમર સાથે જોડાયેલી હતી. તેના કારણે ઊંચાઈ 4 ફૂટ 4 ઈંચથી વધી નહીં. ચાલવા માત્રથી અસહ્ય પીડા થતી હતી. તો પણ સ્કેટિંગ શીખ્યો. ઓપન સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. છેલ્લા પાંચ વર્ષમાં વધુ મોકા તો ન મળ્યાં, પરંતુ અત્યારસુધી ચાર ગોલ્ડ સહિત 10થી વધુ મેડલ જીતી ચૂક્યો છે. તેની હિંમતને જોઈને હરિયાણા સ્કેટિંગ એસોસિયેશને તેને સામાન્ય કેટેગરીમાં રમવાનો મોકો આપ્યો છે.
 
19 વર્ષીય સલમાન જણાવે છે કે શાળામાં ભણવાની સાથે જ  સ્કેટિંગનો શોખ હતો. રિંગ બહાર બેસી બાળકોને અભ્યાસ કરતો જોતો હતો. કોચ રાજીવ ભાટિયાને જ્યારે મારી ઈચ્છા વિશે જાણ થઈ, તો તેણે મારો વિશ્વાસ વધારતા જણાવ્યું કે ઓછું દેખાવા છતાં બાળકોને સ્કેટીંગ શીખવાડું છું, તો તું શીખી કેમ ન શકે. આ વાત પિતા મો. ઈલિયાસને જણાવી તો તે મને સ્કેટિંગ રિંગ લઈ ગયા. ત્યાંના કોચે મને જણાવ્યું કે મારે ત્યાં સ્કેટિંગ શીખવાથી અન્ય બાળકોને ઈજા થઈ શકે છે. 

જેનાથી સ્કેટિંગ શીખવાનું ઝૂનૂન આસમાને ચઢી ગયું. મેં રસ્તા પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું. 14 વર્ષની ઉંમરે ઓલ ઈન્ડિયા ઓપન સ્કેટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. ઘણી ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લઈ મેડલ જીત્યાં હતા. મારી પ્રતિભા અને ઝૂનૂનને જોઈને હરિયાણા એસોસિયેશને સામાન્ય કેટેગરીમાં રમવાની ઓફર કરી  છે. હવે મને લાગે છે કે મારી સખત મહેનત રંગ લાવી છે.
 
ફિલ્મમાં એક્ટિંગનો મોકો 
ફરીદાબાદમાં ડીએપી શતાબ્દી કોલેજથી બીકોમ ફર્સ્ટ યરનો અભ્યાસ કરી રહેલા સલમાને જણાવ્યું હતું કે સ્કેટીંગના કારણે તેને એક ફિલ્મમાં એક્ટીંગ કરવાનો મોકો મળ્યો છે. ફિલ્મનું નામ ‘લે કે ભાગ’ રજીસ્ટર્ડ થઈ ચૂક્યું છે. રેડ રિબિન એન્ટરટેનમેન્ટ  પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આ ફિલ્મ બની રહી છે. શૂટીંગ મેથી દિલ્હીમાં શરૂ થશે. રેડ રિબિન એન્ટરટેનમેન્ટના સંદિપ મિત્રાએ જણાવ્યું કે આ બાળકને સ્કેટિંગ સ્પર્ધા દરમિયાન જોયો હતો. પછી તેને જોઈને ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી.

સલમાન જિલ્લા સ્તર પર સામાન્ય વર્ગમાં ભાગ લઈ શકે છે. ગોલ્ડ મેડલ જીતશે તો તેને સ્ટેટમાં રમવાનો મોકો મળશે.
> જોન ડેવિડ, જિલ્લા સ્કેટિંગ કોચ

દિવ્યાંગો માટે સ્કેટિંગની એક પણ સ્પર્ધા યોજાતી નથી. પરંતુ તેની પ્રતિભાને જોઈને તેને સામાન્ય વર્ગમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે. 
> વિરાટ ફરીન, જોઈન્ટ સેક્રેટરી, હરિયાણા સ્કેટિંગ સંઘ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો