• Gujarati News
  • Sachin Tendulkar Retired Hurt Kieron Pollard Blast Against Hyderabad IPL 2013

સચિનની પીડા જોઈ, નીતાના હાર્ડહિટરે સાત બોલમાં પલટી બાજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટી20ને બિગ હિટિંગ મેચ કેમ કહેવામાં આવે છે તે સાબિત થયું મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી વનડે મેચમાં. વાનખેડે સ્ટેડિયમમાં એક સમયે નિરાશ થયેલા મુંબઈના ચાહકો તે પછી થયેલા ધૂમધડાકાને ભાગ્યે જ ભૂલશે.
હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા મુંબઈના દમદાર બોલરોની ધોલાઈ કરતા 178 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જવાબમાં મુંબઈની બેટિંગ એક સમયે સારી સ્થિતિમાં હતી પરંતુ ઈજા થયા બાદ સચિન તેંડુલકર રીટાયર્ડ હર્ટ થયો હતો અને કાર્તિક આઉટ થયા બાદ બાજી પલટાઈ ગઈ હતી.
હૈદરાબાદે મેચ પર પકડ બનાવી ચૂક્યું હતું. અંતિમ ચાર ઓવરમાં મુંબઈને જીત માટે 62 રનની જરૂર હતી અને જે અંદાજમાં હૈદરાબાદી બોલરો બોલિંગ કરી રહ્યા હતા તે જોતા મુંબઈની જીત મુશ્કેલ હતી.
ત્યારે જ ફક્ત સાત બોલ પર નીતા અંબાણીના હાર્ડહિટર બેટ્સમેન કિરોન પોલાર્ડે મુંબઈની સંભવીત હારને જીતમાં પલટી નાંખી હતી.
કેવી રીતે થઈ હતી આ કમાલ અને કેવી રીતે સાત બોલમાં પલટાઈ ગઈ બાજી...જુઓ તસવીરોમાં...