તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sachin Tendulkar Magical Last Over In Hero Cup Semi Final 1993

બોલર સચિન માટે લકી છે કોલકાતા, એક જ ઓવરમાં બન્યો હતો હીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન તેંડુલકર વેસ્ટ ઈન્ડીઝ સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ્યારે ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો તે સાથે જ ક્રિકેટ જગતમાંથી તેના વિદાઈનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. કોલકાતાના પ્રેક્ષકો પ્રથમ દિવસે સચિનની બેટિંગ જોવા માટે આવ્યા હતા પરંતુ વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો તે સાથે જ ચાહકો થોડા નિરાશ થયા હતા.
જોકે, સચિને એક બીજી રીતે તેના ચાહકોનું મનોરંજન કર્યું હતું. સચિને પ્રથમ દિવસે બોલિંગ પણ કરી હતી. એટલું જ નહીં પોતાની પ્રથમ ઓવરના ચોથા બોલ પર સચિને વિકેટ પણ લીધી હતી. જેવી સચિને વિકેટ લીધી તે સાથે જ જાણે સચિને સદી ફટકારી હોય તેવા ઉત્સાહથી પ્રેક્ષકોએ તેને વધાવી લીધો હતો. સચિને કુલ બે ઓવર કરી હતી.
એવું નથી કે સચિને પ્રથમ વખત બોલિંગમાં પોતાનો જલવો દેખાડ્યો હોય. કોલકાતાના આ મેદાન પર સચિને દસ વર્ષ પહેલા એવો ચમત્કાર કર્યો હતો જેનાથી તે હીરો બની ગયો હતો.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, સચિનનો તે કરમિશ્મા અને કેવી રીતે તે બન્યો હતો હીરો.....