તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિનના ઓટોગ્રાફ માટે વિદેશી એક્ટર પણ ઉભો હતો કતારમાં !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ સિરિઝ 6 નવેમ્બરથી કોલકત્તામાં વેસ્ટઈન્ડિઝ સામે શરૂ થઈ રહી છે. આ અવસરને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ તેમને સલામ કરી છે. બીસીસીઆઈ દ્વારા આ અંતિમ સિરિઝને લઈ ટ્વિટર પર થેંક યૂ સચિન (#Thankyousachin)નામની એક ખાસ સિરિઝ શરૂ કરી છે. જેમાં સચિનના જીવનને લગતા 200 જેટલા તથ્યો કે હકીકતો શેર કરવામાં આવશે. જેમા સચિનના જીવન સાથે જોડાયેલી ઘણી બધી માહિતી એવી છે. જેના વિશે આપણે નથી જાણતા.


બીસીસીઆઈએ જે તથ્યો શેર કર્યા છે તેમાં એક સૌથી વધુ રોચક વાત તો એ છે કે 2007માં લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન બ્રિટેશ એક્ટર ડેનિયલ રેડક્લિફને સચિનનો ઓટોગ્રાફ લેવો હતો અને તેઓ સચિનના ચાહકોની કતારમાં ઉભા હતા અને તેમણે કતારમાં ઉભા રહીને જ સચિનનો ઓટોગ્રાફ લીધો હતો.

સચિન વિશે વધારે રોચક અને અજાણી વાતો જાણવા માટે આગળ ક્લિક કરો