નાનકડા બેટથી લઈ રાજ્યસભા સુધીની સચિનની સફર, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાનપણમાં હાથમાં લાડકાનું નાનકડું બેટ લઈને ક્રિકેટ રમવાનું સપનુ જોનારો સચિન તેંડુલકર આજે ફક્ત ક્રિકેટર જ નહીં પરંતુ મહાન અને લિજેન્ડરી ક્રિકેટર બની ગયો છે. ક્રિકેટમાં બેટિંગના મોટા ભાગના રેકોર્ડ્સ હાલમાં માસ્ટર બ્લાસ્ટરના નામે બોલે છે. વાંકડિયા વાળ વાળા છોકરાના નાનકડું બેટ લઈને રમતો જોઈને કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ભવિષ્યમાં આ નાનકડો છોકરો ક્રિકેટમાં વિરોધીઓની ઊંઘ ઉડાડી દેશે.

39 વર્ષીય સચિન ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન અને સદી ફટકારનારો બેટ્સમેન છે. આ ઉપરાંત સૌથી વધુ વનડે અને ટેસ્ટ રમવાનો રેકોર્ડ પણ સચિનના નામે છે. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાની અને સદીઓની સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન હોવાની સિદ્ધિ પણ સચિનના નામે જ છે. આ ઉપરાં અન્ય ઘણા રેકોર્ડ્સ સચિનના નામે છે.

ક્રિકેટ જગતમાં પોતાનો ડંકો વગાડનારા સચિન પર હવે વધુ એક જવાબદારી આવી છે. સચિન રાજ્યસભાનો સાંસદ બની ગયો છે. 4 જૂન સોમવારના રોજ સચિને રાજ્યસભાના સાંસદ તરીકેના સોગંધ લીધા. જો કે ઘણા લોકોને સચિનનું સાસંદ બનવું પસંદ નથી આવ્યું તો કેટલાક લોકોને સચિન પાસેથી કંઈક નવી આશાઓ જન્મી છે.

નાનકડા બેટથી લઈને રાજ્યસભા સુધીની સચિનની તસવીરી ઝલક....