તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sachin Tendulkar Farewell Kolkata Eden Gardens Ready For Sachin 199th Test Against West Indies

સચિનોત્સવ: ઈડન ગાર્ડન્સમાં ક્રિકેટના ભગવાન પર થશે ગુલાબ વર્ષા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીના માહોલમાં આખો દેશ રંગાઈ ગયો છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને કોલકાતા તો હાલમાં દિવાળી નહીં પરંતુ સચિન તેંડુલકરના રંગમાં રંગાયેલું છે. અને હોય પણ કેમ નહીં, કેમ કે ક્રિકેટનો ભગવાન ભારતના લોર્ડ્સમાં પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. (વાંચો :- સચિનના ઓટોગ્રાફ માટે વિદેશી એક્ટર પણ ઉભો હતો કતારમાં !)
સચિનની 199મી ટેસ્ટ મેચ આવતીકાલે એટલે કે 6 નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમાશે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓ ઘણા ઉત્સાહમાં છે. એટલું જ નહીં ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળે (કેબ) પણ પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. સચિનની આ ટેસ્ટને યાદગાર બનાવવા માટે ઘણું બધુ આયોજન કરવામાં આવ્યું છે.
સચિન તેંડુલકરે પણ ઈડન ગાર્ડન્સમાં પોતાની અંતિમ ટેસ્ટને યાદગાર બનાવવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સચિન રવિવારે જ ટીમ સાથે કોલકાતા પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
એક બાજુ કોલકાતા સચિનની ટેસ્ટને યાદગાર બનાવવા માટે તૈયાર છે તો બીજી બાજુ વિરોધી ટીમ સચિનના રંગમાં ભંગ પાડવા માટે મક્કમ છે. વેસ્ટ ઈન્ડીઝ ટીમે કહ્યું છે કે તેઓ સચિનને બન્ને ટેસ્ટમાં પ્રથમ બોલ પર જ આઉટ કરવાનો પ્રયત્ન કરશે.
કેબે સચિનની આ ટેસ્ટ મેચ ક્રિકેટપ્રેમીઓ માટે જીવનભરનું સંભારણું બની રહે તેવી તૈયારીઓ કરી છે. આગળ ક્લિક કરો અને જાણો, શું-શું આયોજન કરવામાં આવ્યું છે સચિનની 199મી ટેસ્ટ મેચન પ્રસંગે.....