• Gujarati News
  • Sachin Tendulkar Crying Sunil Gavaskar Latter School Cricket Records

14 વર્ષના સચિનની આંખોમાં આવ્યા આંસુ, એક ચિઠ્ઠીથી રચ્યો ઈતિહાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિન તેંડુલકરની વિદાયની ઉલટી ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. નવેમ્બર મહિનો તેની ક્રિકેટ કારકિર્દીમાં સૌથી ખાસ રહ્યો છે. આ મહિનામાં જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
ફક્ત 14 વર્ષની ઉંમરથી દુનિયાને પોતાની ચાહક બનાવનાર સચિનની કારકિર્દી તમામ લોકોને યાદ છે. તેણે શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલ માટે વર્લ્ડ રેકોર્ડને તોડનારી ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ ઘરેલુ મુકાબલાઓમાં સદી સાથે ડેબ્યૂ કર્યા બાદ તેને પાકિસ્તાન જવાની તક મળી હતી.
આ તમામ સિદ્ધિઓ વચ્ચે એક વાતને ભૂલાવી દેવામાં આવી જ્યારે તેણે સફળતાનો પ્રથમ ઝંડો લહેરાવ્યો હતો અને ત્યારે તે સામાન્ય બાળક જ હતો. ફક્ત 14 વર્ષની ઉંમરે રેકોર્ડ તોડતા પહેલા સચિનને રડવું પડ્યું હતું. તેના તૂટેલા દિલને સહારો આપ્યો હતો એક જમાના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે.
શું જાણો છો કેમ વર્લ્ડ રેકોર્ડ બનાવતા પહેલા જ રડી પડ્યો હતો સચિન? આગળ ક્લિક કરો અને જાણો, સચિનના શરૂઆતી દિવસોની આ દુ:ખ ભરેલી દાસ્તાન.....