• Gujarati News
  • Sachin Tendulkar Bowling Against Australia In Mohali Test 2013

પૂજારાથી આ ભૂલ ના થઈ હોત તો 194માં તંબૂ ભેગા થાત કાંગારૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મોહાલીમાં પોતાની ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી નથી. નસીબ ભલે સચિનના સાથે ના હોય પરંતુ તે પોતાની પૂરી ધગશ અને જોશથી ટીમમાં પોતાનુ યોગદાન આપી રહ્યો છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને ઝેવિયર ડોહર્થી ક્રિઝ પરથી હટવાનુ નામ નહોતા લેતા ત્યારે સચિન તેંડુલકરને બોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી.

78મી ઓવરમાં સુકાની ધોનીએ સ્ટાર્ક અને ડોહર્થીની જોડી તોડવા માટે સચિનને બોલ આપ્યો હતો. પ્રથમ ઓવરમાં જ સચિને વિકેટની તક ઉભી કરી હતી. તેણે ડોહર્થીને ખોટો શોટ રમવા માટે મજબૂર કર્યો હતો. પરંતુ સિલી પોઈન્ટ પર ઉભેલો ચેતેશ્વર પૂજારા કેચ પકડવામાં નિષ્ફળ રહ્યો હતો.

ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 194 રનનો હતો. સચિને 2 ઓવર કરી હતી અને તેમાં 2 રન આપ્યા હતા.

આગળ ક્લિક કરો અને જાણો, સચિને ઓસ્ટ્રેલિયા સામે કેટલી વિકેટ લીધી છે.....અને તસવીરોમાં જુઓ, મોહાલીમાં સચિનની બોલિંગ....