B'DAY SPCL: નરેન્દ્ર મોદીને PM બનાવવા માંગે છે સચિનની પુત્રી સારા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 એપ્રિલ એટલે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મ દિવસ. સચિન આજે પોતાનો 41મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ આ તેનો પ્રથમ જન્મ દિવસ છે. જેથી તેંડુલકર પરિવાર માટે આજનો દિવસ ખાસ છે.
16 વર્ષ પહેલા આજના દિવસે જ સચિને શારજાહમાં પોતાની બેટિંગથી તોફાન મચાવ્યું હતું. એપ્રિલ 2014માં પણ તે યુએઈમાં હાજર હતો. જોકે આ વખતે એક ખેલાડી તરીકે નહી પણ મેન્ટર તરીકે ટીમ સાથે હતો. સચિન પોતાનો જન્મ દિવસ મનાવવા મુંબઈ પરત ફર્યો છે. આ ખાસ દિવસને સચિન પરિવાર સાથે પસાર કરશે.
સચિનના 41માં જન્મ દિવસ ઉપર જાણો તેના પરિવાર વિશે, જે હવે તેના જીંદગીની પ્રાયોરિટી બની ગયા છે.
નરેન્દ્ર મોદીની સમર્થક છે સારા
સચિનના દિલની સૌથી નજીક છે પુત્રી સારા. સારા તેનું પ્રથમ સંતાન છે. સારા પછી અર્જુનનો જન્મ થયો હતો. સારાની ગણના એકદમ ફેશનેબલ યુવતીઓમાં થાય છે.
- માનદ સાંસદ સચિનની પુત્રી સારા તેંડુલકર ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સમર્થક છે. હાલમાં જ તેણે ટ્વીટ કર્યું હતું કે મોદી આ વખતે વડાપ્રધાન બનશે.
- સારાની ઉંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે.
- સારા મુંબઈની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે.
- સારા ફેશનેબલ છે પણ તેને પાર્ટીમાં જવા કરતા પોતાની મમ્મી અને નાની સાથે ચેરિટી ફંક્શનમાં જવું વધારે પસંદ છે.
આગળ ક્લિક કરો અને વાંચો, સચિનના અર્જુન વિશે...