તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘણા દિગ્ગજોએ કર્યો આ પાક. ક્રિકેટરનો વિરોધ, કેમ સપોર્ટમાં આવ્યો સચિન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડન : ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. આ ટેસ્ટમાં સૌની નજર પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર પર રહશે. જેની ઉપર 6 વર્ષ પહેલા સ્પોટ ફિક્સિંગના આરોપમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. લોર્ડ્સમાં રમાનાર આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આમિર માટે સારા ન્યૂઝ છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આમિરની વાપસીનું સમર્થન કર્યું છે. બીજી તરફ ઘણા ક્રિકેટર્સ આમિરનો વાપસીનો વિરોધ કર્યો છે.
શું કહ્યું સચિન તેંડુલકરે
- સચિને મોહમ્મદ આમિરને ફરીથી ક્રિકેટ રમવાના મુદ્દે સપોર્ટ કર્યો છે.
- સચિને કહ્યું હતું કે, ‘મે આમિરના ઘણા ઇન્ટરવ્યૂ જોયા છે. તે પહેલાથી ઘણો બદલાયેલો જોવા મળે છે. તે પહેલા કરતા વધારે સમજદાર બની ગયો છે અને આ મેદાન ઉપર પણ જોવા મળે છે.’
- સચિનના મતે આમિરે સજા પુરી કરી લીધી છે અને તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે તેમાં કોઈ ખોટું નથી.
- આમિરની પ્રશંસા કરતા સચિને કહ્યું હતું કે, ‘તે ઘણો ટેલેન્ટેડ છે અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરશે તો ખતરનાક સાબિત થશે.’
શું થયું હતું આમિર સાથે
- આમિરને 2010માં લોર્ડ્સ ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગ માટે દોષિત જાહેર થયો હતો.
- એક ટેબ્લોયડ ન્યૂઝ પેપરના સ્ટિંગ ઓપરેશનમાં આમિર અને તેના સાથી મોહમ્મદ આસિફે કેપ્ટન સલમાન બટ્ટના કહેવાથી જાણી જોઈને નો બોલ ફેંક્યા હતા.
- જેના કારણે તેમની ઉપર 5 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને જેલની સજા પણ થઈ હતી.
- આમિરે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 84 રનમાં 6 વિકેટ ઝડપી હતી પણ વિવાદના કારણે તેની સફળતા ભુલાઈ ગઈ હતી.
- આ ઘટનાના 6 વર્ષ પછી આમિર ફરી એકવાર લોર્ડ્સના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી રમવા તૈયાર છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, વાપસી પહેલા કોન્ફિડન્ટ જોવા મળી રહ્યો છે આમિર.........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો