તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતની જર્સીમાં જોવા મળ્યો આફ્રિકાનો પ્લેસિસ, જાણો વાયરલ તસવીર પાછળનું સત્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જીત સાથે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં પહોચી ગયું છે. નિરાશાજનક પ્રદર્શનને કારણે આફ્રિકા આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને હારનું સૌથી મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે, જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે.
 
ભારતની જર્સીમાં જોવા મળ્યો ડુ પ્લેસિસ
 
- ફાફ ડુ પ્લેસિસે ભારત વિરૂદ્ધ 36 રન બનાવ્યા હતા પરંતુ એબી ડી વિલિયર્સ અને ડેવિડ મિલ્લરના રન આઉટ થયા સમયે તે ક્રીઝ પર હતો.
- સોશિયલ મીડિયા પર એક ફેને ફાફ ડુ પ્લેસિસની તસવીર શેર કરતા લખ્યુ, 'ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું. 8.2 ઓવરમાં 3 વિકેટ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ ફાફ ડુ પ્લેસિસને' 
- એક વ્યંગ તરીકે ડુ પ્લેસિસ પર નિશાન સાધવામાં આવ્યું હતું, જે સમયે ડુ પ્લેસિસ બેટિંગ કરવા આવ્યો ત્યારે તેની ટીમનો સ્કોર 1 વિકેટે 76 રન હતા. જે બાદ ક્વિન્ટન ડી કોક 116 રનના સ્કોર પર આઉટ થઇ પેવેલિયન પરત ફર્યો હતો. તે બાદ મેદાન પર એબી ડી વિલિયર્સ ખોટા કોલનો શિકાર બન્યો હતો.
- ડુ પ્લેસિસના કોલ પર રન લેવાના પ્રયાસમાં ડી વિલિયર્સ હાર્દિક પંડ્યાના સીધા થ્રો પર રન આઉટ થયો હતો.
- તે બાદ અશ્વિનની આગળની ઓવરમાં ફરી એક વખત ડુ પ્લેસિસ અને મિલ્લર વચ્ચે તાલમેલની કમીને કારણે મિલ્લર રન આઉટ થયો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...