• Gujarati News
  • Sreesanth Meets Family And Bowling Practice In Stadium

ક્લીનચીટ મળ્યા બાદ ફેમિલીને મળતા શ્રીસંત થયો ભાવુક, શરૂ કરી પ્રેક્ટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોચ્ચી : સ્પોટ ફિક્સિંગના આરોપોમાંથી નિર્દોષ જાહેર થયા પછી શ્રીસંત પોતાના વતન કોચ્ચી પહોંચ્યો હતો. જ્યાં પરિવાર અને મિત્રો સહિત હજારો પ્રશંસકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. શ્રીસંત પત્ની અને પુત્રીને મળીને ભાવુક બની ગયો હતો. નિર્દોષ થતાની સાથે જ તેની બોલિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Related Placeholder
શરૂ કરી પ્રેક્ટિસ
શ્રીસંત સ્પોટ ફિક્સિંગ કેસમાં નિર્દોષ સાબિત થતાની સાથે જ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા લાગી ગયો છે. શ્રીસંતે ઇદાપલ્લી સ્કૂલના મેદાનમાં નેટ સેશનમાં ભાગ લીધો હતો. બીજી તરફ કેરલ ક્રિકેટ એસોસિયેશન તેના સમર્થનમાં આવી ગયું છે અને શ્રીસંત ઉપર લાગેલા આરોપો હટાવવાની માંગણી કરી દીધી છે.
..તો ન હોત ક્રિકેટર
ડોન દાઉદ સાથે તારો સંપર્ક છે તેવા એક સવાલના જવાબમાં કહ્યું શ્રીસંતે હતું કે, ‘‘જો તેની સાથે (દાઉદ) મારો કોઈ સંપર્ક હોત તો હું અહી ના હોત. હું દુબઈ અથવા બીજે કોઈ સ્થાને હોત. જો હું તેના જેવાા લોકોને ઓળખતો હોત તો ક્રિકેટર ના હોત. મને મુશ્કેલ સમયમાં સપોર્ટ કરવા બદલ બધાનો આભાર માનું છું.’’

આગળની સ્લાઈડ્સ માં જુઓ, પરિવારને મળતા અને નેટ પ્રેક્ટિસ કરતા શ્રીસંતની તસવીરો...