વિકેટ કીપર બેટ્સમેન સાહાની આવી છે લવસ્ટોરી, ઈન્ટરનેટ પર થયો હતો પ્રેમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટેસ્ટ ટીમના વર્તમાન અને પ્રથમ પસંદગીના વિકેટ કીપર એવા સાહાએ 28 જૂને પોતાની છઠ્ઠી વેડિંગ એનિવર્સરી ઉજવી હતી. સાહાને ટેસ્ટ ક્રિકેટમાં ધોની બાદનો શ્રેષ્ઠ વિકેટ કીપર માનવામાં આવે છે. ધોનીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછીથી જ તે મોટાભાગે ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો છે. તેની ગેરહાજરીમાં જ અન્ય વિકેટ કીપરને તક આપવામાં આવે છે. સાહાને ઈન્ટરનેટ પર પ્રેમ થયા બાદ તેણે અમુક વર્ષ ડેટિંગ પછી લગ્ન કર્યા હતા. સાહા અને રોમીને એક પુત્રી પણ છે.
 
આવી છે સાહાની લવ સ્ટોરી

- રિદ્ધિમાન સાહાની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.
- સાહાની રોમી સાથે પ્રથમ મુલાકાત સોશિયલ સાઇટ્સ ઓરકુટ પર થઈ હતી.
- ઓરકુટ પર ચેટિંગ કર્યા બાદ બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.
- બન્નેએ 4 વર્ષ ડેટિંગ કર્યું હતું અને 2011માં લગ્ન કરી લીધા હતા.
- સાહાએ પોતાના લગ્ન ઘણા ખાનગી રાખ્યા હતા.
 
સાહાના ખાસ ફેક્ટ

- સાહા બાળપણમાં ફોર્મ્યુલા વન ડ્રાઇવર બનવાના સપના જોતો હતો પણ આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાથી તેનું આ સપનું અધુરુ રહ્યું હતું.
- કોલેજના દિવસોમાં સાહા અભ્સાય કરતા વધારે ક્રિકેટમાં ધ્યાન આપતો હતો. 
- શાનદાર ક્રિકેટર બનવા તેણે ગ્રેજ્યુએશન પણ પુરુ કર્યું ન હતું. 
- સાહાના પિતા પ્રશાંત પણ ફૂટબોલ અને ક્રિકેટ રમતા હતા, જોકે તેઓ આગળ વધી શક્યા ન હતા અને નોકરી કરવા લાગ્યા હતા.
- સાહા પિતાનું સપનું પુરુ કરતા ક્રિકેટર બન્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, સાહા અને તેની પત્નીની ખાસ તસવીરો.........